ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસને વિવિધ કારણોસર બે બેઠકનો ફટકો પડ્યો છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ માટે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

બીજી તરફ ખનીજ ચોરના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની જેલની સજા પડતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તલાળાના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.

પોતાના પક્ષના ધારાસભ્યને સસ્પેન્ડ કરવા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે કે જો ભગવાન બારડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ પહેલા બાબુ બોખિરિયાને શા માટે સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા? બાબુ બોખિરિયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં કોર્ટે આ સજા ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.