બેંગ્લોર ગયેલા 44 ધારાસભ્યોમાંથી 1 મત ખરી પડ્યો

પહેલા શંકસિંહ વાઘેલા ત્યાર બાદ કોંગ્રેસના દંડક અને અન્ય ચાર ધારાસભ્યોના પક્ષમાં રાજીનામા પડ્યા બાદ વધુ ધારાસભ્યો રાજીનામા આપે નહીં તે માટે તમામ 44 ધારસભ્યોને બેંગ્લોરમાં લઈ જવામાં આવ્યા હતા.

જો કે, કોંગ્રેસના તમામ પ્રયત્નોની વચ્ચે આજે મતદાન શરૂ થતા સવારથી ક્રોસવોટિંગની વાતો વચ્ચે બેંગ્લોર જઈ આવેલા સાણંદ કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોશ વોટિંગ કર્યું હોવાની માહિતીથી કોંગ્રેસના રાજ્યસભા બેઠક માટેના ઉમેદવાર અહેમદ પટેલને મરણતોલ ફટકો પડ્યો છે. ક્રોસ વોટિંગ થતા કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે.

6 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની પાસે 51 ધારાસભ્યો છે અને અહેમદ પટેલની જીત માટે માત્ર 45 ધારાસભ્યોના સમર્થનની જરુર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.