રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યને કેમ ફોન કર્યો ? તેનો જવાબ આપે: ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ શક્તિસિંહ ગોહિલે આપેલ નોટીસના સંદર્ભમાં પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઈ કાલે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બિહારના પ્રભારી શબ્દ અલ્પેશ ઠાકોરને ધ્યાનમાં રાખીને નિવેદન આપ્યું હતું એટલે તેમણે બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. તેમણે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો ખુલાસો સ્વીકારી લેવાની જરૂર હતી. છતાં આજે તેમણે નોટીસ આપી છે. તે ઉચિત નથી. તેમને યોગ્ય સમયે અમે જવાબ આપીશું.

પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય અને કેટલાંક કોંગ્રેસી લોકોના ઉશ્કેરણીજનક ભાષણો, સોશીયલ મિડીયામાં પોસ્ટ અને હુમલામાં પકડાનારા લોકો કોંગ્રેસના હતાં. મારે કોંગ્રેસને પૂછવું છે કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસના ધારાસભ્યને કેમ ફોન કર્યો? તેમણે કોંગ્રેસ અને પાર્ટીના નેતાઓને શું સૂચના આપી ? પકડાયેલા લોકોને કોંગ્રેસે કેમ સસ્પેન્ડ કર્યાં નથી ? બિહાર સંમેલનમાં કોંગ્રેસે કયા સહપ્રભારીને આવવાની કેમ ના પાડી ? કોંગ્રેસના ધારાસભ્ય ડોમિસાઈલનો મુદ્દો ઉછાળીને ગુજરાતના યુવાનોનો વિશ્વાસઘાત કેમ કર્યો ?કોંગ્રેસ ગુજરાતની જનતાને તેનો જવાબ આપે.

ગુજરાતની જનતાએ તમામ ઘટનાક્રમ જોયો છે અને જાણે છે કે, પ્રાંતવાદ દ્વારા વેરઝેર-હિંસા અને અશાંતિ ફેલાવામાં કોંગ્રેસ જવાબદાર છે. આમાં માત્ર કોંગ્રેસનો હા ની પરંતુ કોંગ્રેસનું  માઈન્ડ છે. કોંગ્રેસનો ચહેરો અને હાપગ છે. એટલે કે આખી કોંગ્રેસ આમાં જવાબદાર છે. જે સોશીયલ મિડીયા, મિડીયાની પારદર્શકતાએ સાબિત કર્યુ છે.

ગુજરાતની જનતા એમ માને છે કે, કોંગ્રેસની આંતરીક જૂબંધી અને કોંગ્રેસના નેતાઓની ભાજપ સામેની જૂઠ્ઠા આક્ષેપોની સ્પર્ધામાં અને મિડીયામાં ચમકીને કોંગ્રેસના કેટલાક નેતાઓ મોટા થવા પ્રયત્ન કરે છે પરંતુ તેઓ પ્રજામાં નાના ઈ જાય છે. તે ભૂલી જાય છે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.