ગરીબોના બીલ માફ કરવા અને બાકીનાને હપ્તા કરી આપવાની માંગ સાથે કોંગ્રેસનું એમડીને આવેદન: આંદોલનની મંડાણ

દેશભરમાં લોકડાઉનને લીધે ગરીબ લોકો વધુ ગરીબીમાં ઘકેવાઇ ગયા છે તેવી પરિસ્થિતિ વચ્ચે પીજીવીસીએલ તંત્ર દ્વારા સરકારના ઇશારે ગરીબ લોકો પાસેથી વીજબીલની પઠાણી ઉઘારાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ મેદાનમાં ઝંપલાવ્યુ છે. શહેર કોંગ્રેસના જસવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, ગોપાલભાઇ અનડકટ અને રણજીતભાઇ મુંધવાની આગેવાનીમાં આદોલનના મંડાણ કરવામાં આવ્યા છે તે પૂર્વે ગરીબ પરિવારોને ૨૦૦ યુનીટની નીચે આવતું બીલ માફ કરવા માટે પીજીવીસીએલની વડી કચેરીએ જઇ અધિકારીને રૂબરૂ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને વીજબીલ માફ કરવા તેમજ જે લોકોને રેગ્યુલર કરતા વધુ બિલ આવ્યું હોય તેઓને હપ્તા રૂપી રાહત આપવા અપીલ કરી હતી.

DSC 0409

રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનેએ કચેરી બહાર બીલતી હોળી કરી આવેદન પાઠવ્યુ હતુ જેમાં જણાવ્યું હતું કે લોકડાઉનને લીધે દેશ આર્થિક રીતે પડી ભાંગ્યો છે. ખાસ કરીને ગરીબ પરિવારો માટે લોકડાઉન મોતના દિવસો જેવું સાબીત થયું છે હવે છૂઠછાટ મળતા જ બે મહિનાનું એટલે કે માર્ચ અને એપ્રિલ મહિનાના બીલનું પીજીવીસીએલ તંત્ર દ્વારા ઉઘરાણું ચાલુ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનમાં નિષ્ફળ નીવડેલી રાજયની ભાજપ સરકારની ભૂખ હજુ પુરી ન થઇ હોય તેમ પીજીવીસીએલ તંત્રને ઉઘરાણા માટે દબાણ કરી રહી છે. જો કોઇ બિલ નહીં ભરે તો તેનું કનેકશન કાંપી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. જે સદંતર નિંદનીય બાબત છે. રાજકોમાં વસવાટ કરતા ગરીબ પરિવારો કે જેઓને ૨૦૦ યુનીટ કે તેથી ઓછું બીલ આવ્યું હોય તેવા ગ્રાહકોને બિલ સંપુર્ણપણે માફ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત લોકડાઉનને લીધે દરેક ધંધા રોજગાર ધંઘ હોવાથી લોકોને કોઇ આવક પણ થઇ ન હોય તેમજ સામાન્ય દિવસો કરતા વધુ બિલ આવ્યું હોય તેવા ગ્રાહકોને બિલ ભરપાઇ કરવા માટે બે થી ત્રણ મહિનાની મુદત આપી હપ્તા રૂપી રાહત કરી આપવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. ગરીબ પ્રજાલક્ષી યોગ્ય નિર્ણય કરવામાં આવે અને ભાજપ સરકાર ગરીબોના હિતમાં હુકમ કરે તેવી માંગણી કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.