જયાં ભાજપનું વર્ચસ્વ ઓછું છે તેવા બિન ભાજપી રાજયોનાં પ્રાદેશીક પક્ષો કોંગ્રેસ વિના જ ભાજપને હરાવવા ગોઠવી રહ્યા છે લોકસભાની ચૂંટણીના ચોગઠા

અબતક, રાજકોટ

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસમાં હવે કોઈ માલ રહ્યો નથી તેવું પ્રાદેશીક પક્ષોને લાગી રહ્યું છે. ભાજબપને હરાવવા માટે કોંગ્રેસના નેતાઓમાં કોઈ દમ રહ્યો નથી. કોંગ્રેસ સતત તુટી રહી છે. આવામાં હવે 2024નીલોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસના હાથનાં સાથ વિના જ મેદાનમાં ઉતરવા માટે બિન ભાજપી રાજયોનાં પ્રાદેશીક પક્ષો હવે હાથ મીલાવી ચૂંટણી લક્ષી વ્યુહરચના ઘડી રહ્યા છે.

કોંગ્રેસ પાસે નેતાગીરીની ઉણપ વર્તાયરહી છે. કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ પક્ષ નથી યુપી સહિતની પાંચ રાજયની ચૂંટણી સમય જે પક્ષમાં સ્ટાર પ્રચારકોની અછત વર્તાય રહી છે. વર્ષ 2014 અને ત્યારબાદ વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સાથે ઉભા રહી પ્રાદેશીક પક્ષોએ ભાજપને હરાવવા માટેનો પ્રયાસ કર્યો પરંતુ તેમા ખાસ સફળતા મળી નથી. હવે કોંગ્રેસને સાઈડમાં મૂકી બિન ભાજપીપ્રાદેશીક પક્ષો ભાજપને હરાવવા માટે એક મંચ પર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પશ્ર્ચિમ બંગાળના મમતા બેનર્જી ડીએમકેના સ્ટાલીન, બસપાના માયાવતી, સપાના અખીલેશ યાદવ, આપના અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ હવે કોંગ્રેસના સાથ વિના જ લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતરવાનું મન બનાવી ચૂકયા છે. ભાજપને હરાવવાની તાકાત તો ઠીક ઈરાદો પણ કોંગ્રેસ ગુમાવી ચૂકી છે. ભાજપ હવે એક તરફી વિજય હાંસલ કરી રહ્યો છે. ત્યારે ભાજપના વિજય રથને રોકવા માટે ભાજપ વિરોધી પક્ષો એક થઈરહ્યા છે.

જેમાં કોંગ્રેસને સ્થાન આપવામાં આવશે નહી બીજી તરફ કોંગ્રેસ એવુંમાની રહી છે કે અમારા સાથ વિના કેન્દ્રમાં સરકાર બનાવવી અશકય છે. ભાજપ વિરોધી પક્ષો પાસે ગુમાવવા જેવું કશું જ નથી આવામાં હવે કોંગ્રેસનો સાથ છોડી અલાયદુ ગઠબંધન બનાવવાની તૈયારીઓ આરંભી દીધી છે. કોંગ્રેસ પાસે નેતાગીરીની ઉણપ વર્તાય રહી છે.જૂના જોગીઓ પણ સાથ છોડી રહ્યા છે. અથવા બળવો પોકારવાના મૂડમાં છે. આગામી દિવસોમાં ભાજપને હરાવવા કોંગ્રેસના સાથ વિનાનું એક નવું ગઠબંધન રચાય તો નવાઈ નહીં.

ચાર વર્ષ સુધી અમરિન્દરસિંહ મુખ્યમંત્રી રહ્યા હતા

પંજાબની કોંગ્રેસ સરકાર દિલ્હીથી ભાજપ ચલાવતું હતુ: પ્રિયંકાનું ફરી ગયું કે શું?

અમરિન્દરસિંહ ભાજપના ઇશારે કામ કરતા હોવાની પંજાબમાં સરકાર બદલવી પડી: પ્રિયંકા amrindar

ચાર વર્ષ સુધી પંજાબમાં કોંગ્રેસની સરકારનું નેતૃત્વ કેપ્ટન અમરિદર સિંહ કર્યુ હવે જયારે પંજાબની ચૂંટણી માટે આગામી ર0મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ એવું કહયું છે કે પંજાબની કોંગ્રેસ સરકારને દિલ્હીથી ભાજપ ચલાવી રહ્યું હોવાનું માલુમ પડતા રાજયમાં નેતૃત્યુ પરિવર્તન કરવું પડયું, ચાર વર્ષથી વધુ સમય અમરિંદર સિંહને મુખ્યમંત્રી રાખ્યા ત્યાઁ સુધી કોંગ્રેસ હાઇકમાન્ડને એ વાતની ભણક પણ ન લાગી કે પંજાબમાં સરકાર ભલે અમારી હોય પણ તેને ચલાવી રહ્યું ભાજપ જો આ વાત ખરેખર સાચી હોય તો તે કોંગ્રેસની સૌથી મોટી નબળાઇ ગણાશે પંજાબએ એક માત્ર એવું રાજય છે જે કોંગ્રેસ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો અંતિમ મોકો છે. જો પંજાબ પણ હાથ માંથી સરકી જશે તો કોંગ્રેસ પાસે રાજસ્થાન સિવાય એક પણ મોટું રાજય બચશે નહીં. જે રીતે પંજાબમાં કોંગ્રેસમાં જે રીતે

આક્ષેપો પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે તે જોતા હાલ તો એવું લાગી રહ્યું છે કે હવે પંજાબ પણ હાથમાંથી નીકળી જશે.

વરિષ્ઠ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહની આગેવાની હેઠળ પંજાબ સરકારને બદલવી પડી કારણ કે તે દ્વારા ચલાવવામાં આવી રહી હતી ભાજપ દિલ્હીથી. તેણીએ આમ આદમી પાર્ટી પર પણ હુમલો કર્યો, તેણે દિલ્હીમાં કંઈ કર્યું ન હોવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેની સરકાર “નિષ્ફળ” રહી છે. પ્રિયંકા અહીં આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા “નવી સોચ, નવા પંજાબ” જાહેર સભાને સંબોધિત કરી રહી હતી. સિંહના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં વાડ્રાએ તેમનું નામ લીધા વિના કહ્યું, “એ સાચું છે કે અહીં પાંચ વર્ષ સુધી અમારી સરકાર હતી, એ પણ સાચું છે કે તે સરકારમાં કેટલીક ખામીઓ હતી. તે રસ્તામાં ક્યાંક ખોવાઈ ગઈ.  “તે સરકાર પંજાબમાંથી ચાલવાનું બંધ કરી દીધું. તે સરકાર દિલ્હીથી ચલાવવામાં આવી અને તે પણ કોંગ્રેસ દ્વારા નહીં પરંતુ ભાજપ અને ભાજપના નેતૃત્વવાળી સરકાર દ્વારા,” તેણીએ કહ્યું.

કોંગ્રેસ મહાસચિવે ઉમેર્યું, “તે છુપાયેલું સાંઠગાંઠ આજે ખુલ્લી રીતે બહાર આવી ગયું છે. તેથી જ અમારે તે સરકાર બદલવી પડી,” કોંગ્રેસ મહાસચિવે ઉમેર્યું. સિંઘે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ સાથેની કડવા શક્તિની તકરારને પગલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું નવજોત સિંહ સિદ્ધુ સિંહે પાછળથી કોંગ્રેસ છોડી દીધી અને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (ઙકઈ) શરૂ કરી. પીએલસી ભાજપ અને સુખદેવ સિંહ ધીંડસાની આગેવાની હેઠળના શિરોમણી અકાલી દળ (સંયુક્ત) સાથે ગઠબંધનમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. તેના દિલ્હી મોડલ પર અઅઙ પર પ્રહાર કરતા, વાડ્રાએ મતદારોને પક્ષના દાવાઓ પર પડવા સામે ચેતવણી આપી. “એક અન્ય રાજકીય પક્ષ છે જે દિલ્હીથી આવ્યો છે. તમને જાહેરાતો દ્વારા દિલ્હી મોડલ બતાવવામાં આવે છે અને લોકો તમારી પાસે આવે છે અને દિલ્હીના મોડલ અને દિલ્હીમાં સરકાર દ્વારા કરવામાં આવેલ કામનો પ્રચાર કરવામાં આવે છે,” તેણીએ કહ્યું. વાડ્રાએ સભામાં લોકોને કહ્યું કે તેઓએ એ ન ભૂલવું જોઈએ કે ભાજપ 2014માં ગુજરાત મોડલના આધારે કેન્દ્રમાં સત્તામાં આવી હતી. તેણીએ કહ્યું, “મોટી જાહેરાતો (દાવા) કરવામાં આવી હતી કે ગુજરાતમાં ખૂબ વિકાસ થયો છે, દરેક વ્યક્તિ સમૃદ્ધ થઈ રહ્યો છે, બધું સમૃદ્ધ છે. પરંતુ શું થયું? તે મોડેલ માત્ર જાહેરાતોમાં હતું,” તેણીએ કહ્યું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.