જવાહરલાલ નહેરૂએ પણ નાગરિકતા ધારાની તરફેણ કરી હતી પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ કોંગ્રેસને આડે હાથ લીધી
કોંગ્રેસે તેના સપના દિને વેરઝેર અને દેશ વિરોધી વૃતિ-વાણી-વર્તન છોડી દેવી જોઈએ. ઉપરાંત અરાજકતા અશાંતિ, અપ્રચાર, જાતિવાદને ફેલાવવાનું બંધ કરી દેવું જોઈએ તેમ પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડયાએ રાજકોટ ખાતેની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેઓએ વધુમાં કોંગ્રેસને આડેહા લેતા કહ્યું હતું કે, જે તે વખતે જવાહરલાલ નહેરૂએ પણ નાગરિકતા ધારાની તરફેણ કરી હતી.
પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ કોંગ્રેસના સપના દિન સંદર્ભે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા નાગરિકતા ધારાને લઈને પાયા વિહોણા વિરોધ કરવામાં આવી રહ્યાં છે. ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫-એની કલમ નાબુદ કરી, જ્યારે કોંગ્રેસે હંમેશા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી તત્ત્વોને છાવરીને દેશની અખંડીતતા અને એકતાને હાની પહોંચાડવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં સંવિધાનમાં ૮૬ વખત સુધારા કરવામાં આવ્યા છે. ઉપરાંત કોંગ્રેસે ૬૩૫ દિવસની કટોકટી લાગુ કરી દેશને નુકશાન પહોંચાડયું હતું. હાલ કોંગ્રેસ નાગરિકતા ધારાનો વિરોધ કરે છે પરંતુ જે તે સમયે જવાહરલાલ નહેરૂને નાગરિકતા ધારાની તરફેણ કરી હતી. તેઓએ તે સમયે કહ્યું હતું કે, કેન્દ્રીય રાહકોષનો ઉપયોગ પાકિસ્તાની આવેલા શરર્ણાીઓ માટે કરવો જોઈએ.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકોને સાચવવા જોઈએ. વધુમાં મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે, પાકિસ્તાનના હિન્દુઓ અને શિખ ભારત આવવા માંગતા હોય તો તેને નાગરિકતા આપવી જોઈએ.
ભરત પંડ્યાએ ઉમેર્યું હતું કે, બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરે ભારત રત્ન આપ્યો ન હતો. જ્યારે બીજી તરફ ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને સન્માનીત કરાયા હતા આ કેવી રાજનીતિ છે. હજુ સુધી કોઈને સમજમાં આવી ની. અંતમાં તેઓએ રાજીવ સાતવની ગુડ ગવર્નન્સની કોમેન્ટને લઈ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં માત્ર ૯ મેડિકલ કોલેજો હતી. ૯૦૦ મેડિકલ સીટો હતો. કૃષિ ઉત્પાદન માત્ર ૯૦૦૦ કરોડનું જ હતું. કોંગ્રેસની સત્તા હતી ત્યારે દેશમાં અંધકાર છવાઈ જવા પામ્યો હતો.