- જિલ્લા પંચાયત ચોક, સંત કબીર રોડ સહિત શહેરના તમામ વોર્ડમાં જનજાગૃતિ અભિયાન પત્રિકા વિતરણ કરતા કોંગી આગેવાનો કાર્યકરો
રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જીંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં ટીઆરપી ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા આવતી કાલ તા. 7,8 અને 9 એમ ત્રણ દિવસ માટે ત્રિકોણબાગ ચોક ખાતે ઉપવાસ ધરણા આંદોલન શરૂ કરવામાં આવનાર છે. જેમાં અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં જોડાશે.
આ અંગેની શહેરમાં તૈયારીઓ આરંભી દીધી છે જેમાં રાજકોટ શહેર ના તમામ બોર્ડમાં જનજાગૃતિ અભિયાન અને પત્રિકા વિતરણ શરૂ કરવામાં આવેલ છે અને રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો અને રાજકોટની જનતાને જોડાવા અપીલ કરવામાં આવી છે તદુપરાંત પત્રિકા વિતરણમાં રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે અને પેડક રોડ પર પાણીના ઘોડે આજરોજ પત્રિકા વિતરણનો પ્રારંભ કરવામાં આવેલ છે…
શહેર ભરમા વોર્ડ પ્રમુખો અને જિલ્લા પંચાયત ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, જશવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સર્વશ્રી નરેન્દ્ર સોલંકી, દિલીપભાઈ આસવાણી, મેઘજીભાઈ રાઠોડ, દીપ્તિબેન સોલંકી, મેરૂનબેન કુરેશી, ડી.પી મકવાણા, એહસાન ચૌહાણ, જગાભાઈ મોરી, બ્રિજરાજસિંહ રાણા, રોહિત રાજપૂત, હાર્દિક રાજપુત, ગૌરવ પુજારા, ગીરીશભાઈ પટેલ, જીગ્નેશભાઈ ડોડીયા, નાગજીભાઈ વિરાણી, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવી રહ્યું છે.