રાજકોટ સિવીલ હોસ્પિટલમાં વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠિયા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બાલુભાઈ વિંઝુડાએ સ્વાઈન ફ્લુના વોર્ડની મુલાકાત લીધેલ તેમજ જવાબદાર ડોક્ટર અને દર્દીઓ સાથે સારવાર બાબતે પૂછપરછ કરતા ખૂબ જ ગંભીર માહિતી મળેલ જેમાં કુલ ૫૯ લોકો સ્વાઈન ફ્લુનો ભોગ બનેલ છે.
જેમાંથી કુલ ૧૪ લોકોના મૃત્યુ થયેલા છે. તેમજ દર્દી સાથે વાત કરતા જાણવા મળ્યું કે સ્વાઈન ફ્લુને લગતી તમામ દવાઓ હોસ્પિટલમાંથી જ આપવાની હોય છે છતાં ડોક્ટર દ્વારા બહારની દવાઓ લખી આપવામાં આવે છે. આ તપાસમાં સાથે આગેવાનો જેન્તીભાઈ રાઠોડ,નરેન્દ્રભાઈ રાઠોડ,પરેશ સાગઠિયા,સંકેત રાઠોડ અને અક્ષય ચાવડાએ સહકાર આપ્યો હતો.