વડાપ્રધાન મોદી આજે જૂનાગઢ આવી, જૂદીજૂદી યોજનાઓનું ખાતમુહૂર્ત કરવાના હોય ત્યારે જૂનાગઢનાં ધારાસભ્ય સહિતના કોંગી નેતાઓને આજ બપોરથી ડિટેઇન કરી લેવામાં આવ્યા હોવાના સમાચારો થયા છે.
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સહિતના કોંગી નેતાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરીને આજે સવારથી પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દીધા હોવાનું કોંગી અગ્રણી મનોજ જોશી દ્વારા જાણવા મળી થયું છે.
આ અંગે ધારાસભ્યના અંગત સચિવ મનોજ જોશીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, જુનાગઢ ખાતે પ્રધાનમંત્રી મોદી દ્વારા વિકાસ કામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ સરકારી ખર્ચે થઈ રહ્યો છે. અને આ કોઈ પાર્ટીનો કે પાર્ટીનાં પોતાના ખર્ચથી થતો કાર્યક્રમ નથી, આ સરકારી કાર્યક્રમ હોય ત્યારે સ્થાનિક ધારાસભ્યનું કાર્ડમાં નામ ન લખવું અને ઉપરથી તેને પોલીસ સ્ટેશન બેસાડવાનું આ કૃત્ય એ માત્ર એક ધારાસભ્યનું વ્યક્તિગત નહીં પણ જૂનાગઢની સમગ્ર જનતાનું અપમાન છે.