- હાય…રે ભાજપ હાય…હાય જેવા સુત્રો પોકાર્યા: લાકડા કૌભાંડનો લાકડા જેવો વિરોધ]
- સ્મશાનમાં મોકલવાના લાકડા બારોબાર વેચી મારવાના કૌભાંડમાં
સ્મશાને મોકલવાના લાકડા બારોબાર વેચી મારવાના કોર્પોરેશનના કૌભાંડમાં આજે કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી નેતાઓ લાકડા લઈ કોર્પોરેશન કચેરીએ ઘસી આવ્યા હતા. રામધુન બોલાવી હતી. ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રોજ-બરોજ- જુદી જુદી શાખાઓમાં વ્યાપક પણે ચાલતા ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે. ગાર્ડન શાખાના ભ્રષ્ટાચારમાં સ્મશાનના લાકડા પણ સગેવગે કરી દેવામાં આવે છે, જે પગલે લાકડા કૌભાંડ ઉજાગર થયું છે.
રાજકોટ શહેરના અડધો ડઝન જેટલા સ્મશાન ગૃહોમાં રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં ધારાશાયી થયેલા વૃક્ષોના 3ર ટ્રેકટરો પહોંચાડવામાં આવેલ છે. તેવું રેકર્ડમાં બતાવે છે. પરંતુ તમામ સ્મશાન ગૃહોના સંચાલકોના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલીકા દ્વારા મોકલાયેલા ટ્રેકટરો અને સ્મશાનગૃહના રેકોર્ડમાં વિરોધાભાસ જણાય છે.
સ્મશાનમાં જે લાકડા મોકલવામાં આવ્યા છે તે રેકોર્ડની તપાસ કરો, સ્ટોકની ગણતરી કરો, મોટા લાકડા અને તેનો વજન કેટલો તેની સંપૂર્ણ વિગતો જાહેર કરો. રાજકોટ મહાનગરપાલીકા ભ્રષ્ટાચારી અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલીભગતને પગલે લાકડાઓમાં બારોબાર સગેવગે કરી દઈ લાખોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. છેલ્લા દશક વર્ષથી સોમનાથ અને જય એજન્સી પાસે કોન્ટ્રાકટર છે તો આ કોન્ટ્રાકટરોની સામે કૌભાંડને પગલે તપાસ થવી જોઈએ અને જયાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાકટરના તમામ બિલો સ્ટોપ પેમેન્ટ કરવામાં આવે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જે કોઈ હોય તેની સામે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા પોલીસ મથકમાં ગુનો નોંધાવી જેલ ભેગા કરવામાં આવે તેવી માંગ કરાય છે.
છેલ્લા એક માસમાં મહાપાલીકા દ્વારા દરેક સ્મશાનગૃહોમાં મોકલવામાં આવેલા તમામ વાહનોના લાકડા અંગેની વાહનના નંબર સહિતની માહિતી જાહેર કરો.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, દિપ્તીબેન સોલંકી, નયનાબા જાડેજા, રાજદિપસિંહ જાડેજા, ધરમભાઈ કાંબલીયા, ગજેન્દ્રસિંહ ઝાલા, આ અંગે તાત્કાલીક કડક પગલા ભરી કાર્યવાહીની જાણ દિવસ-15 માં કરવા અપીલ હતી.