કોંગ્રેસના વટાણા વેરાઇ ગયા બાદ શીલાની સ્પષ્ટતા મોદી રાજકારણ માટે કંઇપણ કરી શકે છે
દેશભરમાં અત્યારે લોકસભાની ચુંટણીનું માહોલ બરાબર જામ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક એક મતના ધ્રુવીકરણની બીજી ગોઠવાય રહી છે. કોંગ્રેસ સેનાના સર્જીકલ સ્ટ્રાઇક બાદ ઉભા થયેલા દેશ પ્રેમના માહોલ અને વડાપ્રધાન મોદીની આ આક્રમકતાનો પ્રજામાં ઉભો થયેલો જુવાળ બિન ભાજપ પક્ષોને વ્યાપક પણે નડી ન જાય તે માટે ખુબ જ સાવચેતીપૂર્વક કોંગે્રસ ચુંટણીમાં બેરોજગારી, ગરીબી, નિશ્ચિત આવક અને ખેડુતોને લાભ થાય તેવી યોજનાઓના અન્ય મુદ્દાઓ લઇને ચુંટણીમાં ઉતરી પડી છે.
ત્યારે ગઇકાલે દિલ્હીના કોંગ્રેસના શિલા દિક્ષીતે વટાણા વેરી નાખ્યા હોય તેમ નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદ સામે ટકકર લેવામાં મનમોહન સિંહ મોદી જેવા આક્રમક ન હતા. શિલા દિક્ષિતે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૬/૧૧ ના મુંબઇના હુમલામાં મનમોહનસિંહે નરેન્દ્ર મોદીની જેમ આક્રમક નહોતા બની શકયા. જેવી રીતે નરેન્દ્ર મોદી પુલવામાં સખત રીતે આંતકીયો સામે મેદાનમાં ઉતર્યા તેવું મનમોહનસિંહ કરી શકયા ન હતાં.
જો કે, શિલા દિક્ષિતેથી વટાણા વેરાઇ ગયા પછી તેમણે વલણ બદલીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજકારણ માટે ગમે તે કરી શકે છે. એક ઇન્ટરવ્યુમાં શિલા દિક્ષિતને ૨૬/૧૧ ના મુંબઇ હુમલામાં સરકારની ભુમિકા અંગે પુછાયેલા પ્રશ્ર્નમાં તેમણે જવાબ આપ્યો હતો. કે મનમોહન સિંઘ ? હાં હું તમારી સાથે સહમત છું. તે મોદીની જેમ આક્રમક નહોતા બની શકયા પરંતુ અહિં એવી લાગણી પણ થાય છે કે તે (મોદી) રાજકારણ માટે જ બધુ કરી રહ્યાં છે.શિલા દિક્ષિતે વધુ એક ટવીટરમાં જણાવ્યું હતું કે હું આ અંગે વધુ ઉમેરું છું કે રાષ્ટ્રીય સુરક્ષા હંમેશા સર્વો પરી હોય છે ઇન્દિરાજી આ મુદ્દે સૌથી મજબુત નેતા બની રહ્યા હતા.
કોંગ્રેસના પ્રમુખ શિલા દિક્ષિતે લોકસભાના ચુંટણીના પ્રચારના સમયમાં જ અજાણતો માં જ નરેન્દ્ર મોદીના વખાણ તો કરી લીધા પણ પછી પોતે વેરી નાંખેલા વટાણાને ભેગા કરવાની મથામણમાં તુરંત જ પોતાના નિવેદનનો ખુલાસો આપ્યો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે શિલા દિક્ષિતનો આભાર માની જણાવ્યું હતું કે આ વાત દેશ અગાઉ જાણી ચુકયો છે. શાહે ટવીટ કર્યુ હતું કે દેશને ખબર છે તેની યાદ અપાવવા બદલ આભાર પરંતુ કોંગ્રેસ આ વાત સ્વીકારવા તૈયાર નથી.કેજરીવાલે જણાવ્યું હતું કે એવું દેખાય છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કંઇક રંધાય રહ્યું છે.
કેજરીવાલે ટવીટ સંદેશોમાં લખ્યું હતું કે શિલાજીનું આ નિવેદન ખરેખર આશ્ર્ચયજનક છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કંઇક રંધાયર રહ્યું છે.કોંગ્રેસ અત્યારે બાલાકોર એરસ્ટ્રાઇકનો રાજકીય ઉપયોગ કરવાનો વિરોધ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન સામે કરેલી આકરી કાર્યવાહીનો આ મુદ્દો શિલા દિક્ષીત ના આ નિવેદનથી વધુ એકવાર રાજકીય મંચ પર ઉભરી આવ્યો છે.જો કે શિલા દિક્ષીતે અજાણતામાં ચૂકી ગયેલું તીર વાળવાના પ્રયાસો કર્યો હતો. પરંતુ છુટેલું તીર અને બોલાયેલા શબ્દો પર પછીથી વાપરનારનો વશ હોતો નથી તે શિલા દિક્ષીત ને કોણ સમજાવે?