ચોટીલા તાલુકાના માલધારી સમાજના અગ્રણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રી દેવકરણભાઇ જોગરાણાએ સુરેન્દ્રનગર જીલ્લા માં કોંગ્રેસ માં માલધારી સમાજ ની થઇ રહેલી ઉપેક્ષાથી નારાજગી વ્યક્ત કરી ને તેમના હોદા પરથી ચોટીલાના ધારાસભ્યને રાજીનામું ધરી દેતા ચકચાર મચી ગઇ છે અને સમગ્ર ચોટીલા પંથક ના રાજકારણ માં ગરમાવો ફેલાયો છે.
ચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામના અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મંત્રી નો હોદો ધરાવતાં દેવકરણભાઇ જોગરાણા એ તેમના હોદા પરથી ચોટીલા ના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા ને રાજીનામું ધરી દીધું છે.જેના કારણે ચોટીલા કોંગ્રેસ માં ભુકંપ સર્જાયો છે. દેવકરણભાઇ જોગરાણા એ સ્થાનિક સ્વરાજ્ય ની તથા લોકસભા વિધાનસભા ની ચુંટણી ઓ સમયે કોંગ્રેસ ના ઉમેદવારો માટે તનતોડ મહેનત કરી હતી અને ચોટીલા તાલુકામાં પણ પોતાની કામગીરી થી કોંગ્રેસ ને મજબુત બનાવવા માં ફાળો આપ્યો હતો. ત્યારે તેઓએ ધરેલા રાજીનામા માં જણાવ્યાં મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લા માં અંદાજે બે થી અઢી લાખ ની બહોળી વસતિ ધરાવતાં માલધારી સમાજ ને આ જીલ્લા ના એકપણ તાલુકા માં અત્યારે કોંગ્રેસ સંગઠન માં એકપણ માં્ માલધારી સમાજ ના સભ્ય ને લેવામાં આવેલ નથી.જેના કારણે રબારી ભરવાડ ના આ માલધારી સમાજ ને કોંગ્રેસ દ્વારા અન્યાય થઇ રહ્યો હોવાની લાગણી સતાવી રહી છે.
પોતે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત ના ટોચના કોંગી અગ્રણી ઓ ને વારંવાર રજુઆતો પણ કરી છે તેમ છતાં માલધારી સમાજ ને હજુ સુધી સંગઠન માં ક્યાંય સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે પોતે રાજીનામું ધરી દીધું છે. ચોટીલા તાલુકાના કોંગ્રેસ અગ્રણી ના આ રાજીનામા ના કારણે આ તાલુકા માં ચકચાર મચી ગઇ છે અને રાજકારણ માં ગરમાવો ફેલાયો છે.