કોંગ્રેસ દ્વારા ગુજરાતની જનતાનાં પ્રાણ પ્રશ્નોનાં નિરાકરણ માટે “દ્વારકા સંકલ્પ પત્ર” રજૂ કરાયું

ગોરવવંતા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના આઠ મહાનગરોમાં જનતાના અવાજને વાચા આપવા જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, ગાંધીનગર, જામનગર, જુનાગઢ માં મોંઘવારી અને સામાજિક ન્યાયના મુદ્દે પ્રતિકાર રેલી સ્કૂટર – બાઈક રેલી યોજાઈ હતી. ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાતની સ્થાપનામાં જેમનો અહમ યોગદાન હતું તેવા ઈન્દુચાચાની પ્રતિમાને કોંગ્રેસ પક્ષનાં નેતૃત્વ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી “જબ તક સુરજ ચાંદ રહેગા ઈંદુચાચાકા” નામ રહેગાના નારા લગાવ્યા હતા.

ત્યારબાદ સરદાર બાગ ખાતે જનતાને પડતી મુશ્કેલી-સમસ્યાઓને સાંકળીને જનતા અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની તમામ મોરચે સદંતર નિષ્ફળ નિવડેલી ભાજપ સરકાર પર વિવિધ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. શિક્ષણનું વેપારીકરણ, વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ, આર્થિક અસમાનતા, મોંઘવારી, મહિલા સુરક્ષા, માલધારી અસ્મિતા, ટેક્ષના ભારણ સહિતના વિવિધ મુદ્દાઓ પર જનતા અદાલતનું આયોજન કરવામાં આવ્યું.  “જનતા અદાલત”માં  કોંગ્રેસ પક્ષનાં નેતાઓ ભાજપ સરકાર પર આરોપ-આક્ષેપો કર્યા હતા અને સરકાર વતી પણ જવાબો રજૂ કરાયા હતા.

ભ્રષ્ટ ભાજપ સરકાર પર કુલ 12થી આરોપ મુકવામાં આવ્યા છે. જનતા અદાલતનાં ભાગ રૂપે કોંગ્રેસ પક્ષ આગેવાન-નેતાઓએ સરકાર અને વિપક્ષના ભુમિકા ભજવી હતી. ચર્ચાના અંતે સરકાર સામે તોહમતનામું તૈયાર કરાયું હતું. છેલ્લા 27 વર્ષના ભાજપના શાસનમાં ગુજરાતની પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે મુસદ્દો તૈયાર કરાયો હતો.  કોંગ્રેસ પક્ષનાં  ભાવિક સોલંકીએ સરકાર પર શિક્ષણના વેપારીકરણનો આરોપ મૂક્યો હતો. તો બીજી તરફ  હેમાંગ રાવલે શિક્ષણ મંત્રી બનીને ઉડાઉ જવાબ આપ્યો હતો. તેવી જ રીતે પેપર લીક અને બેરોજગારી મુદ્દે  વિશ્વનાથ વાઘેલાએ સરકાર ઉપર ગંભીર આરોપો મુક્યા હતા જેની સામે  કપિલ દેસાઈએ સરકાર વતી મનસ્વી જવાબ અપાયો હતો. કોરોના અને કથળેલા આરોગ્ય તંત્ર અંગે કેતન પરમારે અને  જયોજ ડાયસ સરકાર પર આરોપ મૂક્યો હતો જેનો ડો. જીતુભાઈ પટેલે સરકાર તરફથી જવાબ આપ્યો હતો.

મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસનાં નેતા  હેતા પરીખે તેલ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલ સહિતની જીવન જરૂરિયાત ચીજ વસ્તુમાં અસહ્ય ભાવ વધારા સામે જનતાને પડી રહેલી હાલાકીનો આરોપ મોંઘવારી ડામવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા હતા. જેનો  ડોલી દવેએ જવાબ આપ્યો હતો. મહિલા સુરક્ષા, બળાત્કાર અને કાયદો વ્યવસ્થા મુદ્દે  ગીતાબેન બળાત્કાર, બહેન-દીકરીઓનાં છડેચોક ગળા કાપવાની ઘટના સહિતના ગંભીર આરોપ મૂક્યો હતો જેનો મંદાકિની પટેલે અને  પાર્થિવસિંહ કઠવાડિયાએ જવાબ આપ્યો હતો.ગુજરાત સ્થાપના દિવસે સરદાર બાગ ખાતે યોજાયેલ “જનતા અદાલત”માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ બિમલ શાહ, ગીતાબેન પટેલ,  પંકજ શાહ,  અશોક પંજાબી, મહામંત્રી રાજુ બ્રહ્મભટ્ટ,ઇકબાલ શેખ, કોંગ્રેસ પક્ષનાં વિધાનસભાનાં ધારાસભ્ય ડો. સી જે ચાવડા,  શૈલેષભાઇ પરમાર,  ઇમરાન ખેડવાલા, કોંગ્રેસ પક્ષનાં મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રોહન ગુપ્તા,  ઇન્દ્રવીજયસિંહ ગોહિલ,  જગત શુક્લ, અમદાવાદ શહેર કોંગ્રેસનાં પ્રમુખ નીરવ બક્ષી, ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત કોંગ્રેસ એસ.સી ડિપાર્ટમેન્ટ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયા, ઓબીસી ડિપાર્ટમેન્ટનાં અધ્યક્ષ ઘનશ્યામભાઈ ગઢવી, લીગલ સેલનાં ક્ધવીનર નિકુંજ બલર સરદાર બાગ ખાતે યોજાયેલ જનતા અદાલતનાં મોટી સંખ્યામાં લોકોએ  નવીન પ્રયોગને આવકાર્યો હતો અને કુતુહલપૂર્વક જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.