જાતિવાદ, પ્રાંતવાદના હિંસાત્મક ઝેર ફેલાવ્યા પછી ઉપવાસમાં પરપ્રાંતીયના હાથે પાણી દ્વારા પારણાં કરવાનો શું અર્થ છે ?: ભરત પંડયા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જે રીતે ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે વિવિધ ષડયંત્રોની જાળ રચી રહી છે તેમાં કોંગ્રેસ જાતે ફસાઈ ગઈ છે. કોંગ્રેસની સામે ચારેય બાજુથી ફિટકાર થઈ રહ્યો છે એટલે જ હવે કોંગ્રેસના ધારાસભ્યએ પોતાના ષડયંત્રો ખુલ્લા પડી જતા સામાજીક દબાણી રાજકીય-નાટકીય ઉપવાસ કરવા પડયા છે.

કોંગ્રેસના આગેવાનેપહેલાં જાતિવાદ, પ્રાંતવાદના હિંસાત્મક “ઝેર ફેલાવ્યા પછી ઉપવાસમાં પરપ્રાંતીયના હો “પાણી દ્વારા પારણાં કરવાનો શું અર્થ છે ?કોંગ્રેસના ધારાસભ્યો સભામાં હિંસા ફેલાય તેવા ભાષણો કરે છે અને મિડીયાની બાઈટમાં ડાહી-ડાહી વાતો કરે છે. કોંગ્રેસની બે મોઢાવાળી વાતો ગુજરાતની જનતા સાંભળી રહી છે અને જોઈ રહી છે.

પંડયાએ કોંગ્રેસની નીતિ અને રીતી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસને ગુજરાત હંમેશા આંખમાં કણાંની જેમ ખૂંચે છે. કોંગ્રેસ ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં અવરોધક છે અને કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમો ગુજરાતની જનતા માટે ઘાતક છે.

કોંગ્રેસે નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી એવા નેતાને ગુજરાતના પ્રભારી બનાવ્યાં છે. જેમને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. તેમને બિહારના પ્રભારી બનાવ્યાં છે. વેરઝેર ફેલાવતા કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની અને દેશની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસે એડમિશન અંગે ડોમિસાઈલનો મુદ્દો ઉછાળીને ગુજરાતના યુવાનોની લાગણીનો વિશ્વાસઘાત કર્યો છે. દરેક રાજયોની પોલીસી હોય છે. વિધાનસભામાં ડોમિસાઈલનો મુદ્દો ચર્ચાયા પછી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટે જયારે તરફેણ કરી હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં રહેતાં યુવાનોની લાગણી વિરૂદ્ધ માનસિકતા પ્રગટ કરે છે અને ન્યાયતંત્રમાં પણ વિશ્વાસ કરતી ની. શું કોંગ્રેસ એવું ઈચ્છે છે કે, ગુજરાતમાં રહેતાં યુવાનોને   એડમિશનમાં અન્યાય થાય ?  કોંગ્રેસે યુવાનો વિરૂદ્ધ આ પ્રકારનું નિવેદન આપીને બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે તેમશ્રી પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.