નવસારીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જંગી જાહેરસભા સંબોધી
નવસારીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનગંટીવારજીની પ્રેરક ઉપસ્થિતિમાં જંગી જાહેરસભા યોજાઇ હતી. જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, ગુજરાત સંતોની ભૂમિ છે, દેશને દિશા આપનારી ભૂમિ છે. ગુજરાત મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ રાજનીતીની સંસ્કૃતિને બદલી દેશની સેવામાં ઓતપ્રોત આપણા વડાપ્રધાન પણ ગુજરાતની ભૂમિના છે આવી ભૂમિમાં આવવાનો અવસર મળે તે સૌભાગ્યની વાત છે.
આજે વિકાસના મોડલની વાત થાય એટલે બીજુ નામ ગુજરાત મોડલ યાદ આવે છે. ગુજરાત મોડલ એટલે વિકાસ અને ફકત વિકાસ. દેશમાં ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટ છે જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્ર્વાસ સાથે કામ કર્યુ. નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં જેએનયુમાં સુત્રોચ્ચાર થતા કે અફઝલ હમ શર્મિદા હૈ.. તેરે કાંતિલ જીંદા હૈ.. અને રાહુલ ગાંધી જેએનયુ પહોંચી કહે કે અમે તમારી સાથે છીએ. જેએનયુમાં સુત્રોચ્ચાર થાય તે ભારત તેરે તુકડે હોંગે ઇન્સાહઅલ્લાહ…. ઇન્સાઅલ્લાહ…તેની સાથે રાહુલ ગાંધી જોડાય તો તે ભારત જોડવા નિકળ્યા છે કે તોડવા ? કોંગ્રેસ ભારતને તોડવા નિકળ્યુ છે જોડવા નહી.
આપ પાર્ટી પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતમાં એક નવી પાર્ટી આવી જે ઉત્તર પ્રદેશમાં 350 બેઠકો પરથી ચૂંટણી લડયા જેમાંથી 349 પર ડિપોઝિટ જપ્ત થઇ. ઉત્તારખંડમાં પણ ચૂંટણી લડ્યા અને તેનો મુખ્યમંત્રીનો ઉમેદવાર આજે ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. 69 બેઠકો પરથી ચૂંટણી લડયા તેમાંથી 65 બેઠકો પર આપ પાર્ટીની ડિપોઝીટ જપ્ત થઇ હતી. ગોવામાં 39 બેઠકો પર ચૂંટણી લડયા અને 35 બેઠકો પરથી ડિપોઝિટ જપ્ત થઇ હતી.