ધીરૂભાઇ સરવૈયા અને ગુલાબદાન બારોટ પીરસશે હાસ્ય રસ: સ્ટેન્ડીગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર દ્વારા હસાયરાની હારમાળાને માણવા શહેરીજનોને અનુરોધ: કાલે પાણીના ઘોડા પાસે કાર્યક્રમ યોજાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારોમાં પ્રાથમીક સુવિધાઓ સમયબઘ્ધ રીતે પુરી પાડવામાં આવે છે. સાથો સાથ શહેરીજનોના મનોરંજન માટે સમયાંતરે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવનવા મનોરંજનના કાર્યક્રમોના સફળ આયોજન કરવામાં આવે છે.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તથા સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન જયમીન ઠાકર એક સંયુકત યાદી મુજબ રાજકોટ મ્યુનિ. દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સિટી રાજકોટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં હસાયરાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ગુજરાત રાજયના ખ્યાતનામ અને યુવા હૈયાના હ્રદય સમ્રાટ ધીરુભાઇ સરવૈયા અને ગુલાબદાન બારોટ પ્રસ્તુત હસાયરાનું શાનદાર આયોજન નીમે મુજબ કરવામાં આવ્યું છે.તા. ૧-૧૦ ને રવિવારે પાણીના ઘોડા પાસે, તા. ૨-૧૦ મંગળવારે આકાશવાણી ચોક, યુનિવર્સીટી રોડ, તા. ૫-૧૦ ગુ‚વારે સ્વામીનારાયણ ચોક, તા. ૬-૧૦ શુક્રવારે ભગવતીપરા મેઇન રોડ, ડો. સૈયદ સાહેબના દવાખાના પાસે, તા. ૭-૧૦ શનિવારે બજરંગવાડી સર્કલ, તા. ૮-૧૦ રવિવાર કોઠારીયા રોડ, સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર, તા. ૯-૧૦ સોમવારે હરી ઘવા માર્ગ રામેશ્ર્વર ચોક, તા. ૧૦-૧૦ મંગળવારે રજુણા મંદીર પાસે, કોઠારીયા ગામ તથા તા. ૧૨-૧૦ ને ગુરુવારે ભીલવાસ ચોક, રોકડિયા હનુમાન મંદીર પાસે હસાયરાનું આયોજન કરવામાં આવશે.રાજકોટ મહાનગરપાલીકા દ્વારા યોજાનાર ભવ્ય હસાયરાની હારમાળા માણવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.