આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાવામાં યુવાનો નિર્ણાયક ભૂમિકા ભજવશે: ડો.ઋત્વીજ પટેલ
આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ અને યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વીજ પટેલની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતભરમાં યુવા ભાજપના સંમેલનો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વીજ પટેલની ઉપસ્થિતિમાં વિજય ટંકાર યુવા સંમેલન યોજાયેલ.જેમાં ૫૦૦૦થી વધુ યુવાનો ઉમટી પડયા હતા. આ સંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની શ્રેષ્ઠ અને પ્રજાહિત કામગીરીથી પ્રેરાઈ શિવસેનાના હોદેદારો શિવસેના રાજકોટ જિલ્લા પ્રમુખ સચીન કોટક, શીવસેના રાજકોટ શહેર પ્રમુખ દેવાંગ ગજજર, વિદ્યાર્થી સેનાના સૌરાષ્ટ્ર પ્રમુખ સંદિપસિંહ પરમાર, વિદ્યાર્થી સેના સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ હરેશભાઈ સબાડ અને અમીશભાઈ દક્ષિણી, શહેર શિવસેના ઉપપ્રમુખ બીરજુ કામલીયા, શિવસેના શહેર સંગઠન મંત્રી અભય નાઢા, વિદ્યાર્થી સેના મહામંત્રી વિક્રમ બોરીચા સહિતના તેમના ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારના લોકકલ્યાણકારી કાર્યોથી પ્રેરાઈને રાષ્ટ્રવાદના રંગે રંગાવા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેને હું અભિનંદન પાઠવી શુભેચ્છા આપું છું.આ વિજય ટંકાર યુવા સંમેલનમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલ, પ્રદેશ યુવા ભાજપ પ્રભારી જુબીન આશરા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર આશીષ વાગડીયા, અજય પરમાર તેમજ હસમુખ ચોવટીયા, પ્રદેશ યુવા મોરચાના હોદેદારો હિતેષ મહેતા, ગૌતમ ગૌસ્વામી, સતીષ શીંગાળા સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.આ સંમેલનમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તથા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા યુવાનોને સ્પર્શતી વિવિધ યોજનાઓનો લાભ યુવાનોને મળે અને શિક્ષણ, નોકરી તેમજ ધંધા-રોજગાર ક્ષેત્રે યુવાનો પ્રગતિ કરે તે અંતર્ગત આ સંમેલનમાં યુવાનોને વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સામે ચુંટણી લડવા કોંગ્રેસ હવે સક્ષમ પણ રહી નથી ત્યારે યુવાનો જ ભાજપને જંગી લીડથી વિજય પ્રાપ્ત કરાવશે એ નિશ્ર્ચિત છે. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વીજ પટેલે યુવાનોને માર્ગદર્શન આપતા જણાવેલ કે ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં ૧૫૦ પ્લસ સાથે ભાજપનો ભવ્ય વિજય થાય અને આગામી વિધાનભાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાવામાં યુવાનો નિર્ણાયક ભૂમિકા ભજવશે તે નિશ્ર્ચિત છે.આ યુવા સંમેલનને સફળ બનાવવા પ્રદીપ ડવ, પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ શહેર યુવા ભાજપના હોદેદારો સર્વ હિતેશ મા‚, સર્વેશ્ર્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, વ્યોમ વ્યાસ, પાર્થરાજસિંહ ચૌહાણ, પૂર્વેશ ભટ્ટ, કિશન ટીલવા, હિરેન રાવલ, મીત મહેતા, રવિ ડાંગર, હાર્દિક મોઢવાડીયા, સુનીલ માકાસણા, આનંદ જાવીયા, અશ્ર્વિન રાખશીયા, ડો.પ્રીતેશ પોપટ, શિવરાજસિંહ જાડેજા, સુનીલ ગોહેલ, જયરાજસિંહ જાડેજા સહિતના વોર્ડના યુવા મોરચાના આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે.