વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજનીતિની નીતી-રીતથી કલ્ચર અને સંસ્કૃતિને બદલી નાખી છે: જે.પી.નડ્ડા
ભાજપને જીત એટલે મળે છે કે કાર્યકર્તાઓ જાણે છે કે સત્તા મેળવીને જનતાની સેવા કરવાની છે: સી.આર.પાટીલ
ભાજપ દ્વારા અમદાવાદ ખાતે કાર્યકર્તા સંમલેન રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું.
નડ્ડાજીએ જણાવ્યું કે હતું કે મને આંનદ છે કે આજે મહાત્મા ગાંધીની ધરતી પર તેમજ સરદાર પટેલની ધરતી પર આવવાની તક મળી છે. ગુજરાતની ભૂમી ધર્મની દ્રષ્ટીથી એક ઉત્કૃષ્ટ પરિસ્થિતિથી રાજયને આગળ લઇ જવાવાળી ભૂમી અને કર્મ ભુમીને નમન. આજે જે રીતે કાર્યકરોએ ભવ્યતાથી સ્વાગત કર્યુ તે બદલ કાર્યકરોનો આભાર અને આ સ્વાગત ફકત મારુ નથી પરંતુ આ સ્વાગત ભારતીય જનતા પાર્ટી ની વીચારધારા અને કરોડો કાર્યકરોનું સ્વાગત છે. રાજનીતીમાં કામનો રિપોર્ટ, કામની સંસ્કૃતિ ભારતીય જનતા પાર્ટી લાવી અને જનતાને જાગૃત કરી છે.
આજે દેશમાં ભારતીય જનતા પાર્ટી સીવાય કોઇ રાષ્ટ્રવાદી પાર્ટી નથી રહી. કોંગ્રેસ પાર્ટી ન તો ઇન્ડીયન રહી છે ન તે નેશનલ રહી છે અને ન તો કોંગ્રેસ હવે પાર્ટી રહી છે, કોંગ્રેસ એ ભાઇ-બહેનની પાર્ટી બની ગઇ છે. આજે માત્ર બે રાજયમાં કોંગ્રેસ સમિતિ થઇ છે અને જો ભાજપના કાર્યકરો જનતાના આશિર્વાદ મેળવશે તો ત્યા પણ કમળ ખીલશે. ભાજપ એક વિચારધારાની પાર્ટી છે.
નડ્ડાએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજય સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેની ચિંતા કરવામાં આવે. ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી દરેક ગરીબ વ્યકિતને ભોજન મળ્યું છે. ઈંખઋએ કહે છે કે 12 ટકા લોકો ગરીબીની રેખાથી ઉપર આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન કહે છે કે મોદીજીએ કોરોના સામે ન માત્ર લડવાનું પરંતું કોરોનાથી ઉત્પન સ્થિતિનો જવાબ સાથે આર્થિક સ્થિતિ પણ સંભાળી છે. આ કાર્યક્રમમાં પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યુ કે, ચૂંટણી સમયે 9 વિધાનસભા કોંગ્રેસની હતી તે બેઠકોમાં ભાજપના ઉમેદવારોએ કાર્યકરોની તાકાતથી જીત મેળવી લીધી.7 મહાનગર પાલિકા જીતવામાં પણ સફળ થયા છીએ.
આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં મેયર બનાવવાની વાત કરતી હતી પરંતુ તેમનો ગાંઘીનગરમાં એક જ ઉમેદવાર જીતી શકયો.જીલ્લા પંચાયતમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે. ગુજરાત એકમનો કાર્યકર એક થઇ લડે છે ત્યારે પરિણામ સારુ મળે છે અને એટલે જ આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતના કાર્યકરોએ જે લક્ષ રાખ્યું છે તે પુરુ કરીશું તેવો વિશ્વાસ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને આપ્યો. સહકારીક્ષેત્રમાં કોંગ્રેસનું સાશન હતું તેમાં પણ 305 સહકારી સંસ્થા ભાજપ જીતી ગઇ છે. એક પણ સહકારી સંસ્થાની ચૂંટણી ભાજપ હાર્યુ નથી.
ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, કાર્યકર્તા અને કાર્યકરવાની પદ્ધતીમાંથી હું પસાર થયો છું. ભાજપના કાર્યકર સતત કોઇને કોઇ કાર્યક્રમમાં જનસેવા કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોનું વટવૃક્ષ બન્યુ છે તેની પાછળ કાર્યકરોનો પરિશ્રમ છે. કાર્યકરોના અથાર્થ પરિશ્રમથી ભાજપ ગુજરાત સહિત દેશમાં સરકાર બનાવવામાં સફળ થઇ છે. કોરોના કાળમાં ભાજપનો કાર્યકરે તેના વિસ્તારમાં જઇ દર્દીઓની સેવા કરી છે. લોકોની સેવા કરવી એ આપણી સંસ્કૃતી છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમભાઇ રૂપાલા, કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, પ્રદેશના મહામંત્રીઓ રજનીભાઇ પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, વિનોદભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.