રાહુલ ગાંધીના ડીલ બાબતે સતત આક્ષેપોને લઈ ભારે નારાજગી વ્યકત કરતા અનીલ અંબાણી
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ ફ્રાન્સ સાથે રાફેલ લડાકુ વિમાનની ડીલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને એક પત્ર લખી કહ્યું કે,ઉદ્યોગ જગતના પ્રતિસ્પર્ધીઓ દ્વારા આ ડીલ પર કોંગ્રેસને ખોટી, ભ્રામક અને ગેરવાજબી જાણકારી આપી છે. અંબાણીને આ મુદ્દે અગાઉ ડિસેમ્બરમાં પણ કોંગ્રેસ અધ્યક્ષને આવો પત્ર લખ્યો હતો.
સોમવારે અપાયેલા એક નિવેદન મુજબ અંબાળીએ આ પત્રમાં કહ્યું છે કે, ભારત જે ૩૬ રાફેલ જેટ વિમાન ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યું છે તે વિમાનોના એકપણ ભાગ કે એક પણ હિસ્સાનો વિનિર્માણ અંબાણી ગ્રુપ દ્વારા નહીં કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી આ મુદ્દે ભાજપ સરકાર પર લગાતાર પ્રહાર કરી રહ્યાં છે.
ગાંધીનું કહેવું છે કે, સરકાર રાફેલ વિમાનો માટે યુપીએ સરકારે નક્કી કરેલી કિંમતી ઘણી વધારે કિંમત ચુકવી રહી છે. તેમણે ઉમેર્યું કે, સરકારે આ ડીલમાં બદલવા એટલા માટે લાવી રહી છે કેમ કે તેમને એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવો છે.
અંબાણી ગ્રુપે આ અંગે જણાવ્યું કે, રિલાયન્સને આ ડીલી જે હજારો કરોડો રૂપિયાનો ફાયદો થવાની વાત થઈ રહી છે તે માત્ર એક વેપારીક રાજકારણ છે. તેમણે ઉમેર્યું કે સીધા શબ્દોમાં કહીએ તો ભારત સરકાર સાથે અમારે કોઈ પ્રકારની ડીલ થઈ જ નથી. પત્રમાં જણાવ્યું છે કે, યુધ્ધ વિમાન મોકલનારી ફ્રાન્સીસી કંપની ડર્સાલ્ટે રિલાયન્સ ગ્રુપ સાથે કરાર કર્યા છે જે અંતર્ગત ઓફસેટની અનિવાર્યતાને પુરી કરવામાં આવે.
નિવેદન મુજબ અનીલ અંબાણીએ રાહુલ ગાંધી તરફથી પોતાના ઉપર તથા લગાતાર આક્ષેપો પર ભારે નારાજગી વ્યકત કરી છે અને આક્ષેપોને નિરાધાર બતાવ્યા છે.
તેમણે ડર્સાલ્ટ કંપની સાથે ઓફસેટ/વર્કશેયરમાં રિલાયન્સની ભૂમિકા પર સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે કે, દુર્ભાવના રાખનાર નિસ્વાર્થ લોકો અને કોર્પોરેટ પ્રતિન્દ્રદ્રિયો દ્વારા કોંગ્રેસને ખોટા માર્ગે દ્વારા કોંગ્રેસને ખોટા માર્ગે દોરી જવામાં આવી રહી છે. અનીલ અંબાણીએ એમ પણ કહ્યું કે ભારતના રક્ષા મંત્રાલય દ્વારા રિલાયન્સ સમૂહને આ વિમાનોના સબંધમાં કોઈ કરાર કરવામાં આવ્યો નથી.