ધારાસભ્યોને ખરીદવાનો કોંગ્રેસનો આરોપ: રાજયસભા ૪૦ મીનીટ સ્થગિત
રાજયસભાના સત્રમાં આજે સવારે પ્રારંથી જ હોબાળો થશે તેવી શકયતાની વચ્ચે ખરેખર રાજયસભામાં ગુજરાતની રાજકીય સ્થિતિના મુદ્દે હંગામો થયો હતો. કોંગ્રેસે સરકાર પર આરોપો સાથે ચર્ચાની માંગ પણ કરી હતી. રાજયસભા ૧૧:૦૦ થી શ‚ કરી ૪૦ મીનીટ માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ ગુજરાતમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાળ્યો હતો. તેમજ હજુ વધારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી રહી હતી. તેની વચ્ચે કોંગ્રેસ નેતા શક્તિસિંહે ભાજપ દ્વારા કોંગ્રેસના નેતાઓને ખરીદવા માટે નાણાની ઓફર થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેની વચ્ચે આજે રાજયસભાનું સત્ર શ‚ થતા જ કોંગ્રેસે ગુજરાતની રાજકીય સ્થિતિનો મુદ્દો બનાવી હોબાળો કર્યો હતો.
તેમજ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા મામલે સરકાર પર આરોપ લગાડયો હતો. તેમજ સરકાર સાથે ચર્ચાની માગણી કરવામાં આવી હતી. હોબાળાના પગલે રાજયસભાને ૪૦ મીનીટ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. બીજીબાજુએ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત કોંગ્રેસના ૪૨ ધારાસભ્યોને બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા. તેની સામે ભાજપ દ્વારા કોંગ્રેસના વધારે કાંગરા ન ખરે તેવી ભીતિના કારણે આ ધારાસભ્યોને સંપર્ક કરતા અટકાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ તમામ ચર્ચાઓ હાઈ કમાન્ડ સુધી પહોંચી હતી. તેમજ આજે શક્તિસિંહ હાઈ કમાન્ડને ગુજરાત કોંગ્રેસના ૪૨ ધારાસભ્યોને બેંગ્લોરમાં લઈ જવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આપવા માટે દિલ્હી ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.