નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીની કરાતી હેરાનગતિનો ઉગ્ર વિરોધ
કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં આજે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દરમિયાન આવતીકાલે જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરાશે.
કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, વગેરે જેવા મુદ્દાઓ દેશમાં વર્તમાન પરિસ્થિતિમાં ગરીબી – બેકારી – ભ્રષ્ટાચાર – ખેડૂતોના પ્રશ્નોને બેરોજગાર યુવાનોને તેમના પ્રશ્નોને વગેરે જેવા તમામ મુદ્દાઓનો કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારનો વિરોધ કરી રહી છે ત્યારે આ બધા મુદ્દાઓ પરથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવા માટે વર્તમાન સરકાર છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરૂદ્ધ ઈડીના સમન્સનો ઉપયોગ કરીને તેઓને હેરાન કરવાની, ડરાવવાની રાજનીતિ કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસોથી સમગ્ર દેશમાં નેતાગણો પર અમાનુષિય અત્યાચારો થઈ રહ્યાં છે.
કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા આ કાર્યના વિરોધમાં આજે રાજ્યપાલને આવેદનપત્ર બપોરે 2-00 કલાકે તમામ નેતાગણ રૂબરૂ મળશે જિલ્લા કક્ષાએ ધરણા-પ્રદર્શનના કાર્યક્રમ યોજાશે.
ભાજપ અને તેના મળતિયાઓ નેશનલ હેરાલ્ડને આ રૂ. 90 કરોડની લોન આપવાની બાબતને ગુન્હો ગણાવે છે. આ તદ્દન વાહિયાત અને બદઈરાદાપૂર્ણ છે. રાજકીય પક્ષ દ્વારા લોન આપવાની બાબત ભારતમાં કોઈપણ કાયદા હેઠળ ગુન્હારૂપ બાબત નથી. તો પછી, કોંગ્રેસ પક્ષ દ્વારા વખતો વખત એસોસીએટેડ જર્નલ્સ લીમીટેડ (કોંગ્રેસ પક્ષ સાથે 1937 થી નજીકથી જોડાયેલી અને કોંગ્રેસની વિચારસરણીને સમર્થન આપતી કંપની)ને રૂ. 90 કરોડની લોન આપવાની બાબત ફોજદારી ગુન્હો કેવી રીતે ગણી શકાય? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ ઇક્વિટી શેરની માલિકી ધારણ કરી શકતી ન હોવાથી, ઇક્વિટી શેર સેક્શન-25 હેઠળ નોટ ફોર પ્રોફિટ કંપની યંગ ઇન્ડિયાને ફાળવવામાં આવ્યા હતા. શ્રીમતી સોનિયા ગાંધી, શ્રી રાહુલ ગાંધી અને અમારા નેતૃત્વનો આશય સ્પષ્ટ છે, નેશનલ હેરાલ્ડ જેનું જતન કરે છે તેવી કોંગ્રેસ પક્ષની વિરાસતને સુનિશ્ચિત કરવાનો છે.
સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં આજે જ્યારે રૂપિયો તળીયે છે, બેંકનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એલ.આઈ.સી. જેવી સંસ્થાઓ વેચાઈ જવાને આરે છે તે ઉપરાતે દેશમાં ઈધણ, ગેસ તેમજ અન્ય કુદરતી પેદાશો પર ઈન્સ્યોરન્સ લેવા તૈયાર થતી નથી. દેશમાં હાલ તમામ ક્ષેત્રને મિલકતો વેચવા પેટ્રોલ એલઆઈસી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા પાયાના ઉદ્યોગોને લગતા કાર્યોને પોતાના માનિતા લોકોને ખુબ જ સસ્તા ભાવે આપી દેવાનું કામ આ ભ્રષ્ટાચારી વર્તમાન સરકાર કરી રહી છે. અર્થતંત્રને ખતમ કરનારી છે. દેશમાં હાલ 60 લાખ ગૃહઉદ્યોગો બંધ થયા છે. જેની અસરથી કરોડો લોકો બેરોજગાર થયા છે. સરકારની માનસિકતા એવી છે કે કોઈએ સરકાર સામે અવાજ ઉઠાવવો નહીં, કોઈએ જોરથી બોલવાનું નહીં અને જો કોઈ અવાજ ઉઠાવે કે જોરથી બોલે તો તેમને રાષ્ટ્ર વિરોધી ગણી તેઓનો અવાજ દબાવવાનું કામ આ વર્તમાન સરકાર કરી રહ્યાં છે.
અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અંગ્રેજો જેવુ અભિમાન, જોર, જુલમ જેવુ વર્તન દેશના લોકોના અધિકારોનું હનન કરતી આ વર્તમાન સરકાર કરી રહી છે. ગાંધીજીએ અહિંસક આંદોલન કરી અંગ્રેજોથી દેશને આઝાદ કર્યા હતા, આજ અંગ્રેજોની નીતિ વર્તમાન સરકાર અપનાવી રહી છે. દેશમાં માત્ર કોંગ્રેસ દ્વારા જ વર્તમાન અંગ્રેજો દ્વારા અત્યાચારી સરકાર સામે આર.એસ.એસ.ની વિચારધારા સામે, સરકાર સામે રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી મક્કમ અવાજે વિરોધ કરી રહ્યાં છે