કોંગ્રેસ શહેરોના એનજીઓ તેમજ સંસ્થાઓના વિકાસ માટે કાર્યશીલ બનશે
રાજનીતિમાં ચારે તરફ ભાજપની જીતના ઝંડા ફરકાઈ રહ્યા છે.અને કોંગ્રેસનું વર્ચસ્વ કયાંક ઝાંખુ પડી રહ્યું જણાઈ રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ પોતાનું વજુદ ધરાવે છે. પરંતુ શહેરી વિસ્તારમાં તેની હાલત કફોડી બને છે. મોદી સરકારની સત્તાને હવે છેલ્લુ વર્ષ રહ્યું છે. ત્યારબાદ સરકારની ચૂંટણી યોજાશે માટે કોંગ્રેસ શહેરી વિસ્તારમાં વજુદ બનાવવા અને ભવિષ્યની ચૂંટણીમાં જીત હાંસિલ કરવા પ્રાણ પ્રશ્ર્નોને છંછેડવાનો નિર્ણય લીધો છે. બુધવારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અમીત ચાવડા, અને તેના નવા ઈન્ચાર્જ રાજીત સતાવ તેમજ વરિષ્ઠ બીડરોની સભામાં તેમણે શહેરી વિસ્તારમાં પગદંડો જમાવવા મનપાના પ્રાણ પ્રશ્ર્નો જેમ કે પાણી, સિવેજ, પ્રદુષણ જેવી સમસ્યાઓનાં નિકાલ માટેની યોજના બનાવી છે. ચાવડાએ જણાવ્યું હતુ કે, પાર્ટીએ મનપામાં ઝોન પ્રમાણે ઉપપ્રમુખ નિમવાની તૈયારી કરી છે. અને તેઓ શહેરી વિસ્તારની સમસ્યાઓને લઈ સરકારનાં ભ્રષ્ટાચારને ખોલશે. પાર્ટી શહેરી વિસ્તારનાં એનજીઓ અને સંસ્થાઓનાં વિકાસ માટે કાર્યશીલ બનશે. આ પ્રકારે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારનાં દરેક વોર્ડમાં એક પુરૂષને એક મહિલા કર્મચારીની નિયુકતી કરશે તેમજ પાણી, પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રકચર, રોડ રસ્તા, ટ્રાફીક સમસ્યા, શિક્ષણ અને રોજગારીની સમસ્યા જેવા સામાજીક મુદાઓને છંછેડશે.
ત્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે ગુજરાત ભાજપ સરકારે ગુજરાતનાં નર્મદાની આવશ્યકતાને લઈ મધ્યપ્રદેશની ભાજપ સરકારે મનાવવામાં નિષ્ફળતા મેળવી ચૂકી છે. મુખ્યમંત્રી નર્મદાનીરને ગુજરાતમાં લાવી શકશે નહી. સીએમે મુખ્યમંત્રી શિવરાજસિંહના વિરોધમાં નર્મદાનીર માટે ઉપવાસ કરવા જોઈએ. અને ગુજરાતનો પાણીનો પ્રશ્ર્ન મટાડવા પ્રયત્નો કરવા જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,