પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની શાબ્દિક વેદના: કોંગ્રેસે પૂરતું ‘જોર’ કર્યું નથી
ગુજરાતમાં ‘ટનાટન’ દેખાવ કરનાર કોંગ્રેસનો હિમાચલ પ્રદેશમાં ફલોપ શોપ થયો છે. ટૂંકમાં કોંગ્રેસે ગુજરાત જીતવાની લ્હાયમાં હિમાચલ પ્રદેશ ગુમાવ્યું છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની હાર થયા બાદ વીરભદ્રસિંહે પણ મીડીઆ સમક્ષ એવી શાબ્દિક વેદના ઠાલવી હતી કે હિમાચલમાં કોંગ્રેસે પૂરતું ‘જોર’ માર્યું નથી.
જોકે હિમાચલમાં ભાજપ માટે સેના જીતી પણ સેનાપતિ હારી ગયા જેવો ઘાટ થયો છે. હિમાચલમાં મુખ્ય પ્રધાનનો ચેહરો ધુમલ અને પક્ષ પ્રમુખ સતપાલ હાર્યા છે. ૨૪ વર્ષ બાદ સીપીઆઈ (એમ)ની એક બેઠક પર જીત સાથે ફરી એન્ટ્રી થઈ છે.
હિમાચલમાં જે.પી. નડ્ડાને બીજેપી મુખ્યપ્રધાન બનાવે તેવી શકયતા છે. અહીં વિરભદ્રસિંહની જીત પણ કોંગ્રેસે વધુ એક રાજય ગુમાવ્યું છે. કોંગ્રેસે ગુજરાત અને હિમાચલમા પરાજય મેળવતા હવે ૧૯ રાજયોમાં ભગવો જયારે ૪ રાજયોમાં પંજો છે.
ટૂંકમાં ગુજરાતમાં ‘ટનાટન’ દેખાવ કરનાર કોંગ્રેસનો હિમાચલમાં ‘ફલોપ શો’ જેવો ઘાટ થયો છે. અહી ૬૮ બેઠકોમાંથી ભાજપે ૪૪ બેઠકો પર જીત મેળવી છે. જયારે કોંગ્રેસને ૨૧ બેઠકો પર જીત મળી છે. અન્ય બે અપક્ષ ઉમેદવાર જીત્યા છે.