જીએસટીના દર પાર્લામેન્ટ કે વિધાનસભા નહીં જીએસટી કાઉન્સીલ નક્કી કરે છે

કોંગ્રેસના સમયમાં ખેડુતોની સ્થિતિ દયાજનક હતી તેમજ ગામડાઓ ભયભીત હતા:જીતુભાઇ વાઘાણી

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આજરોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સોની વાતચીત દરમ્યાન કોંગ્રેસના અમિતભાઇ ચાવડાના બેન્કિંગ સેવા પર જીએસટી બાબતે કરેલા નિવેદનની પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, મને લાગે છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઇ ચાવડાને જીએસટી બાબતે કોઇ વિશેષ જ્ઞાન કે માહિતી નથી લાગતી. તેઓને ખબર હોવી જોઇએ કે જીએસટીના દરો પાર્લામેન્ટ કે વિધાનસભામાં નક્કી નથી થતા કાઉન્સીલ નક્કી કરે છે. કોંગ્રેસ સરકાર વખતે બેન્કિંગ ક્ષેત્રે સર્વીસ ટેક્સ લેવાતો હતો જે ઉદ્યોગો અને વેપારીઓને મજરે મળતો નહોતો. તેને બદલે હવે જીએસટીમાં તે મજરે મળે છે જે વેપારીઓનું ભારણ ઓછુ થયુ છે. પહેલા બેન્કિંગ સેકટરમાં જુદા જુદા પ્રકારના અનેક ટેક્સીસ હતા. ટેક્સ પર ટેક્સ વસુલાતો હતો. પરંતુ હવે જીએસટી આવતા ટેક્સનું ભારણ ઓછું થયુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રજાનું વન નેશન વન ટેક્સનું સપનુ જીએસટીના અમલીકરણ દ્વારા પુર્ણ કર્યુ છે.વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નિતનવા જુઠ્ઠાણાઓ ફેલાવવા તેમજ ગપગોળા ચલાવવા તે કોંગ્રેસની જુની આદત છે. કોંગ્રેસ પાસે જનતાનું સર્મન ની કે સંગઠન ની તેી જ્ઞાતિ-જાતિ વચ્ચે ઝગડાઓ કરાવવાના હીન પ્રયાસો કર્યા અને હવે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે ખેડુતોને ઉશ્કેરવા જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસ સરકારનો વિરોધ કરાનારા ખેડુતોને ગોળીએ વીંધી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના સમયમાં ખેડુતોની સ્થિતિ દયાજનક હતી તેમજ ગામડાઓ ભયભીત હતા. ખેડુતોના ઉભા પાક લણી લેવામાં આવતા હતા. ખેડુતો બીચારા લાચાર હતા. જ્યારે ગુજરાતની ભાજપા સરકારોની ખેડુતહિતલક્ષી નીતિઓને કારણે ગુજરાતનો ખેડુત સમૃધ્ધ અને ખુશહાલ બન્યો છે.

વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. ખેતઉત્પાદન ખર્ચ ઘટે અને ઉત્પાદન બમણું થાય તેવી આધુનિક ટેકનોલોજી ખેડુતો અપનાવે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના આગ પ્રયત્નો અને સફળ આયોજનને કારણે ૧૯૯૫માં ગુજરાતમાં સિંચીત જમીન જે ફક્ત ૩૫ લાખ હેકટર હતી તે હવે ૭૧ લાખ હેકટરી વધુ છે. આજે ગુજરાત ખેતપેદાશોની નિકાસમાં દેશમાં પ્રમ નંબર પર છે. ગુજરાતના આઠ લાખી વધુ ખેડુતોએ ટપક પધ્ધતિનો લાભ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.