સ્માર્ટ સીટી, સ્વચ્છ રોડ રસ્તા, ડસ્ટ ફ્રી સીટી વગેરે જેવી જાહેરાત મુંગેરીલાલ કે હસીન સપને જેવી શાબિત થઈ હોવાનો આક્ષેપ; શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સાથે કોંગી આગેવાનો ‘અબતક’ની મુલાકાતે
ભારત સરકાર પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરી દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવા આર.ટી.ઓ અને ટ્રાફિક નિયમો એ કાળા કાયદા સમાન બનાવેલ છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એ કાયદાના વિરોધમાં સતત ત્રણ દિવસ સુધી તા.૧૮-૯, ૧૯-૯, ૨૦-૯ના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી બપોરે ૨.૦૦ કલાક સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી જેમ ૫૦%નું કાપડમાં સેલ ચાલતું હોય તે રીતે અમુક દંડને ૫૦% કરીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ મોદીને બાલ-બચ્ચાઓ ના હોય તેથી નાના બાળકને ટુ વ્હીલમાં લઈ જવો એ ત્રણ સવારી ગણાય જે બાબતે તેઓને બાળકના હોય તેઓને આ બાબતે શું ખબર પડે કે નાનું બાળકને સાથે લઈ જવું એ ગુન્હો નો હોવો જોઈએ જો તેઓને બાળક હોત તો ખબર પડત કે બાળકને સાથે લઈને જ મોટર સાયકલમાં જવું પડે.
શહેર કોંગ્રેસ સમિતિ લોકોના પ્રશ્ર્ને અને લોકોને પડતી મુશ્કેલીઓમાં હર હંમેશ કોંગ્રેસ ખડેપગે ઉભી રહી છે તેથી આ નવા આરટીઓ ટ્રાફિક નિયમો સામે કોંગ્રેસ પક્ષે અવાજ ઉઠાવેલ છે અને ભાજપ સરકાર પાસે સ્પષ્ટ માંગણી કરેલ છે કે શહેરની અંદર હેલ્મેટનો કાયદો લાગુ ના પડવો જોઈએ., ત્રણ સવારીની અંદર નાનુ બાળક હોય તે વાહન સામે દંડ વસુલવામાં નહી આવે તેવી જાહેરાત કરે, ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે કે તેલંગાણામાં જે રીતે આ કાયદાનો અમલ નથી કર્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ આ કાયદાનો અમલ કરવાનું બંધ કરે તેમજ દંડની જે જૂની જોગવાઈઓ હતી તે પ્રમાણે જ ગુજરાત સરકાર જુના દંડનો ફરીથી અમલ કરે.
શહેરની જાહેર જનતાને શહેર કોંગ્રેસ આહવાન કરે છે કે આવો આપણે સૌ એક થઈ આ કાળા કાયદાની અમલવારી સામે લડીએ તા.૧૮.૯.૧૯ બુધવારે સવારે ૧૦ કલાકે શરૂ થતા પ્રતિક ઉપવાસમાં આપ સૌ જોડાવ અને આરટીઓ ટ્રાફીકના નવા કાયદાનો વિરોધ આપણે સૌ સાથે મળીને કરીએ તેવી કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જાહેર જનતા જોગ સહકાર માટે અપીલ કરેલ છે. ટ્રાફિકના કડક કાયદા સામે લડવા અશોકભાઈ ડાંગર, (પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ), મહેશભાઈ રાજપૂત (પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ), ડો. હેમાંગભાઈ વસાવડા (ઉપપ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ),જશવંતસિંહ ભટ્ટી (મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પ્રદીપભાઈ ત્રિવેદી (કોંગ્રેસ આગેવાન) વશરામભાઈ સાગઠીયા વગેરેએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.