આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.
શું કહે છે ભાજપ?
વોર્ડ નં ૧૮ ના ભાજપ પ્રમુખ સંજયસિંહ રાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો ભલે આજે સ્થાપના દિવસ હોય પરંતુ તેના જ કાર્યકર્તાઓને ખબર નથી કે આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે. કોંગ્રેસનું અત્યારે કોઈ વજૂદ જ નથી. તે દર્શાવવાની જરૂર નથી પ્રજા પણ જાણે જ છે. જ્યારથી હું વોર્ડ પ્રમુખ બન્યો છું ત્યારથી એક પણ અઠવાડિયાયુ એવું નથી ગયું જેમાં અમે ખાતમુહૂર્ત ના કર્યા. હરહંમેશ વિકાસના કામો કર્યા છે. અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પેજ કમિટી બનાવી તેના આધારે જ મેદાનમાં ઉતરવાના
છીએ અને મને પૂરો વિશ્વાસ છે કે, આવનારી ચૂંટણીમાં વોર્ડ ન.૧૮માં ભાજપની જીત નિશ્ચિત છે તે નક્કી છે.
શું કહે છે કોંગ્રેસ?
અબતક સાથે ની વાતચીત દરમિયાન ગુજરાત કોંગેસ સહમંત્રી મયુરસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ની નબળાઇ છે જેના વિશે લોકોમાં જાગૃતતા આપવી તે માટેનું ખાસ આયોજન રહેશે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના ભારત ને જ્યારે સ્વતંત્રતા ન હોતી મળી તે પહેલાં થી લડતી આવી છે ત્યારે પણ સ્વતંત્રતા માટે લડવું પડે તેવું પરિસ્થિતિ સર્જાય છે ૬૦ -૭૦ વર્ષ કોંગ્રેસ સતામાં રહ્યું ત્યારે કોંગ્રેસ દ્વારા આમ જનતા ને કેવી રીતે ફાયદા થયા કઈ કઈ સુવિધા ઓ ઉપલબ્ધ કરવી તેવા પ્રયત્નો કરવાંમાં આવ્યા હતા ભાજપ હોઈ કે
કોંગ્રેસ થોડું ઘણું તો રહેવાનું અમારો કોંગ્રેસ પરિવાર છે પરિવાર માં વાસણ તો ખખડે પરંતુ તેનો મતલબ તે નથી કે વાદ વિવાદ હોઈ આજે કોંગ્રેસ નો સ્થપના દિવસ છે પરંતુ હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે તેથી કોંગ્રેસ પરિવાર દ્વારા નક્કી કરેલ છે કે અમે અમારા ઘરે જ કોંગ્રેસ નો ધ્વજ લહેરાવી અને ઉજવણી કરશે ભાજપ નાના કાર્યક્રમો ને મોટું સ્વરૂપ સ્વરૂપ આપે છે અમે મોટા કાર્યક્રમો કે લોકહિતના માટે રજુઆત કરીએ તો પણ અમારે પરવાનગી લેવી પડે છે અને પરવાનગી મળતી નથીઅમેં ત્યારે એવું માનીયે કે હજી અમારે લોકશાહી ટકાવી રાખવા મહેનત કરવી પડશે
શું કહે છે પ્રજા?
અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૮ ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૧૮ માં કોંગ્રેસની પેનલ છે. અમને છેલ્લા પાંચ વર્ષમાં જે સુવિધા મળવી જોઇએ તે મળી છે. કોર્પોરેટર દ્વારા વોર્ડની મુલાકાત લઇ અમારા પ્રશ્ર્નોને સાંભળે છે. અને તેમને અમારા પ્રશ્ર્નોને હલ કર્યા છે. અત્યારે દરેક વસ્તુના ભાવ વઘ્યાં, મોંધવારી વધી છે. અમને કોઇપણ પક્ષ ભાજપ કે કોંગ્રેસ આવે પરંતુ સ્થાનીક પ્રશ્ર્નો હલ થાય સુવિધા વધે તે જ અમારા માટે મહત્વનું છે. અને પક્ષ નહીં પરંતુ ઉમેદવારને ઘ્યાને રાખી મતદાન કરતા આવ્યાં છીએ. અને આગળ પણ મતદાન ઉમેદવારને ઘ્યાને રાખી
કરીશું, કારણ કે સ્થાનીક રહેવાસી જો કોર્પોરેટર હોય તો અમે તેમને મળી અમારા પ્રશ્ર્નો કહી તેઓ તેને સોલ્વ કરી આપે છે. તે કારણે અમે કોંગ્રેસને મત આપ્યો હતો.