નર્મદા જીલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત
આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો નર્મદા જીલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ અંતર્ગત નર્મદા ખાતે ગરીબ કલ્યાણ સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સંબોઘન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબે આશેર 400 જેટલી વિવિધ યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુઘી પહોંચે તેનો આપણે દરેક કાર્યકરે પ્રયત્ન કરવો ,સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવે છે. ભાજપના કાર્યકરો યોજનાના લાભાર્થીઓના ઘરે જઇ સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે.
કોરોના સમયમાં દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સકોરોના જેવી મહામારી સમયે દેશના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન કરી દેશને એક નહી બે કોરોનાની રસી ફ્રીમા દેશવાસીઓને આપી કોરોનાથી સુરક્ષીત કર્યા, મહામારીમાં કોઇ ગરીબ ભુખ્યુ ન સુવે કે ભુખમરાથી કોઇનું મોત ન નિપજે તે માટે અન્નનો ભંડાર ખોલી આપ્યો અને 80 કરોડ જનતાને ફ્રિમાં અનાજ આપ્યું. કોરોનાની રસીના કારણે આજે આપણે એકબીજાની બાજુમાં બેસી શકીએ છીએ તેનો જશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે. દરેક વર્ગના લોકો માટે સરકારે યોજના જાહેર કરી છે. કોંગ્રેસ દેશમાં 70 વર્ષ સાશન કર્યુ પરંતુ ખેડૂતોના હિતમાં કોઇ યોજના જાહેર કરી નથી.
વડાપ્રધાનએ દેશના ખેડૂતોની ચિંતા કરી ખેડૂતોના ખાતામાં સિધા રૂપિયા જમા કરાવી આર્થિક રીતે મજબૂત કર્યા છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવા સતત પ્રયત્નશીલ છે. ગામડાઓ છોડી જવાને બદલે ગામના ખેજૂતો ગામમાં જ રહેવાનું પસંદ કરે છે. દૂધ ઉત્પાદક બહેનોએ આજે ઐતિહાસિક ક્રાંતી સર્જી છે. લીંબુ મોંઘા થયા ની વાત થઈ લગ્ન માં પણ લીંબુ ભેટ અપાયા…પણ લીંબુ નાં ખેડૂતો ને ખુબ ખર્ચ થાય છે.
ખેડૂતો ને લીંબુ નાં સારા ભાવ મળે તેમાં દુ:ખી નહિ પણ આનંદ થવો જોઈએ. સરકારે મહિલાઓને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કર્યો છે અને આજે બહેનો નાં નામ પર સંપતિ હોય છે જે મોદીને આભારી છે.આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજયનામંત્રી પુર્ણેશભાઇ મોદી,સાંસદ મનસુખભાઇ વસાવા,જીલ્લાના પ્રભારી સતિષભાઇ પટેલ,નર્મદા જીલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ, શબ્દશરણ તડવી,પુર્વ ઘારાસભ્ય હર્ષદભાઇ વસાવા,પ્રદેશના સહપ્રવકતા ભરતભાઇ ડાંગર,જીલ્લાના કલેકટર,ડિડિઓ,મહામંત્રીઓ રમેશભાઇ તડવી,રમેશભાઇ વસાવા સહિતના જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.