દેશ અને દુનિયા નરેન્દ્ર મોદીને વિઝન, મીશન અને એકશન લીડર તરીકે સ્વીકારે છે તેથી શંકરસિંહજીને ઈર્ષા થાય છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે નર્મદા યોજના સતત રોકવાનું પાપ કર્યું છે એટલે કોંગ્રેસ પ્રાયર્શ્ચિત માટે ૧૦૦ દિવસના ઉપવાસ કરે તો પણ ઓછા છે. નર્મદા યોજનાને સતત રોકીને આખા ગુજરાતમાં પાણી અટકાવનાર કોંગ્રેસને ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. સંગઠનના જમ્બોજેટ માળખા પછી પણ તીવ્ર જૂબંધીને કારણે કોંગ્રેસના ધરણાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યાં.
પંડયાએ જણાવ્યું હતું કે, સરકાર નર્મદાની મુખ્યનહેર દ્રારા તમામ ૩૯ શાખાઓમાં દૈનિક ૧૯૯૨૦ ક્યુસેક પાણી છોડી રહી છે ત્યારે કોંગ્રેસ ઉશ્કેરાટ અને અપપ્રચાર દ્વારા ખેડૂતોમાં વૈમનશ્ય ફેલાવે છે. બે ગામ વચ્ચે વેરઝેર ઊભા કરવાનો પ્રયાસ કરે છે. એકબાજૂ એમ કહે છે, પાણી વાળી લો, આગળ જવા ન દો અને બીજી બાજૂ જ્યાં પહોંચે નહીં ત્યાં એમ કહે છે કે તમને સરકાર પાણી આપતી ની. દેખાવો કરો.
જયાં પાણી ન પહોંચે ત્યાં કહે કે, પાણી વાળી લે છે ત્યાં ઘોડેસવાર પોલીસ મુકો અને જયાં પોલીસ મુકીએ છીએ ત્યાં એવું કહે છે કે ખેડૂતોને પોલીસ દંડે છે. કોંગ્રેસને વેરઝેર દ્વારા ખેડૂતોનું માત્ર નુકશાન કરવામાં જ રસ છેત્યારે આ કોંગ્રેસની બે વિકૃત સ્વરૂપ ખેડૂતો ઓળખી લે તેવી પંડયાએ નમ્ર અપીલ કરી હતી.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, જયારે ભાજપ ખેડૂતોના લાભ માટે સતત કામ કરે છે સરકાર ખેડૂતહિતની યોજનાઓ અમલમાં મુકે છે, નિર્ણયો કરે છે. મગફળી ટેકાના ભાવે ખરીદીઓ થઈ રહી છે. ત્યારે મગફળી ખરીદી કરવી બહુ વ્યાપક અને મોટું અઘરૂ કામ છે.
તેમાં નાના-મોટા ઈરાદાપૂર્વકના વિધ્નો સરકાર દૂર કરતી જાય છે. હાલમાં ૯૬ કેન્દ્રો ઉપર અત્યાર સુધીમાં ૧૭૩૫૭ મેટ્રીક ટન મગફળીની ખરીદી ઈ છે. ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન યા બાદ જ મગફળીની ખરીદી પારદર્શક રીતે કરવામાં આવે છે.ખરીદ કેન્દ્રો ઉપર વિડીયો શુટીંગ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની ગેરરીતી થઈ શકતી નથી. ખેડૂતોના ખાતામાં એક અઠવાડિયામાં પૈસા જમા કરવામાં આવે તેવી વ્યવસઓ ઊભી કરવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે પ્રત્યાઘાત આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશના તમામ લોકોએ નરેન્દ્રભાઈ મોદીને દેશ માટે મિશન, વિઝન અને એકશન લીડર તરીકે સ્વીકાર્યા છે. ત્યારે એવા પ્રકારનાં શબ્દો બોલવાં યોગ્ય નથી. સર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ ત્યારે વિશ્વમાં ભારતના નેતૃત્વની સરાહના થઈ હતી.
ત્યારે કોંગ્રેસે અને તેમણે તે અંગે ટીકા કરી હતી હવે કયાં મોઢે ભાજપ પર આક્ષેપો કરે છે. દેશની જનતા જાણે છે કે, કાશ્મીરમાં સૌથી વધુ આતંકવાદીઓનો સફાયો મોદી સરકારમાં થયો છે. કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને રહેશે. ગુજરાતની જનતા હમેશાં ભાજપ સાથે છે અને રહેશે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.