કોંગ્રેસ ભલે નીચી જાતિનો કહે ૫ણ પછાત, દલિત, છેવાડાના માનવીનો સાથ છોડીશ નહિ: નરેન્દ્રભાઇની હૈયા ધારણ
જેમની નિષ્ઠા, પ્રમાણિકતા અને સામાજીક સમરસતા માટે એક શબ્દ ૫ણ ઉચ્ચારી શકાય તેમ ની તેવા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સન્માનીય વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને નીચી કોટીની વ્યક્તિ ગણાવી કોંગ્રેસે ગુજરાતની જનતાનું હળહળતું અપમાન કર્યું હોવાનો રોષ રાજકોટ ગ્રામ્યના ભાજ૫ના ઉમેદવાર શ્રી લાખાભાઇ સાગઠિયાએ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મત માટે મોદીજીને બદનામ કરવા નીચ કોટીના માણસ કહેનારી કોંગ્રેસે વાસ્તવમાં ચૂંટણીમાં ‘કમળ પૂજા’ કરી લીઘી છે. મોદીજીને ‘મોતના સોદાગર’ અને ‘ચાયવાલા’ કહી બદનામ કરવાની કોંગ્રેસની ચાલ ભૂતકાળમાં ઇ બૂમરેંગ છે અને આ વખતે ૫ણ શે.
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના આવા પછાત વિરોધી માનસનો પ્રતિભાવ ૫ણ શ્રી નરેન્દ્રભાઇએ સૌમ્ય રીતે વાળ્યો છે અને પછાત, દલિત, છેવાડાના માનવીનો સા નહિ છોડવાની હૈયાઘારણ આપી છે. શ્રી નરેન્દ્રભાઇએ કોંગ્રેસના કરતૂતોનો જવાબ બોલીને નહિ ૫ણ ૯મી તારીખે બેલેટી આ૫વા કરેલી અપીલ ૫ણ લોકશાહી મૂલ્યો માટેના તેમનો આદર દર્શાવે છે, એમ ૫ણ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના ટોચના નેતા મણીશંકર ઐય્યરએ આજે એક ટેલીવિઝન ઇન્ટરવ્યુહમાં વડાપ્રધાન શ્રી નેરન્દ્રભાઇ મોદીને ‘નીચ કોટીના’ અને ‘ઘટીયા’ કહેતા દેશભરમાં રોષ ફેલાયો છે. મોદીજીની જાતિને લઇને ઐય્યરે કરેલા આ નિમ્ન કક્ષાનાં નિવેદનનો જવાબ મોદીજીએ તો સંયમિત ભાષામાં આપ્યો જ છે ૫રંતુ ભાજ૫ અને મોદીજી આ મામલો જનતાની અદાલતમાં લઇ ગયા છે. શ્રી સાગઠિયાએ જણાવ્યું છે કે, “મોદીજી વિરૂઘ્ઘ અવારનવાર આ પ્રકારના હુમલાઓ કોંગ્રેસ ઘ્વારા તાં રહ્યાં છે, દરેક વખતે પ્રજાએ આવી બાલીશ માનસિકતાનો જવાબ આપ્યો છે. ર૦૧રની વિધાનસભા ચૂંટણીમાં સોનીયા ગાંઘીએ ગુજરાતમાં આવીને મોદીજીને મૌતના સૌદાગર કહ્યા હતાં, ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ જ મણીશંકર ઐય્યરે કહ્યું હતું કે, મોદી ક્યારેય દેશના વડાપ્રધાન બની શકશે નહી, હા! તેઓ કહે તો તેમને ચાની લારી કરી દઇએ! આવા ગંદા નિવેદનો સામે પ્રજાએ બહુ રોષભેર ભાજ૫ને મત આપ્યા હતા. આ વખતે ૫ણ ઐય્યરના નિવેદનનો બદલો પ્રજા જ કોંગ્રેસને હરાવીને લેશે
મણીશંકર ઐય્યરના આ વાહિયાત નિવેદન ૫છી ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસની સામંતી વિચારધારાનું વઘુ એક ઉદાહરણ ઐય્યરે પુરૂ પાડયું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસના મુદ્દાઓનો સામનો ઇ શકે તેમ નહીં હોવાી કોંગ્રેસીઓ હવે છેલ્લી પાટલીએ જઇને બેઠા છે. આ પ્રકારની રાજનીતિએ કોંગ્રેસની જ પરં૫રા છે.
બીજી તરફ ગુજરાતની યુવા પેઢીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ૫ર કોંગ્રેસ અને ઐય્યરની ધોલાઇ કરી નાંખી હતી.
બધાએ કોંગ્રેસ-ઐય્યરની માનસિકતાને ટાર્ગેટ કરતી પોસ્ટસ્ મૂકી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “ચૂંટણીમાં નજર સામે હાર દેખાતી હોવાી કોંગ્રેસ રીતસર ડઘાઇ ગઇ છે. તેના તમામ નેતાઓ દરરોજ ઉટપટાંગ નિવેદનો કરે છે. આવા નિવેદનો ઘ્વારા તેઓ પોતાના ગુજરાત દ્રેષ અને મોદીદ્રેષને જ ઉઘાડો કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, “મતદાર કોંગ્રેસનો આ વરવો તમાશો નિહાળી રહ્યાં છે અને ચૂંટણીના દિવસે મતરૂપે પોતાનો પ્રતિભાવ આ૫શે.