રાજકોટ લોકસભા સીટ જંગી સરસાઈ જીતીશું : બાવનજીભાઈ મેતલિયા
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લાના કાર્યકર્તાઓની બેઠક લોકસભાના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીની ઉપસ્થિતિ માં યોજાઈ હતી. આ બેઠકમાં જસદણની પેટા ચૂંટણીમાં જંગી સરસાઈથી વિજેતા ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા તા હોદેદારોને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે લોકસભા ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, ચૂંટણીનો સમય નજીક આવી ગયો છે. પરંતુ ભાજપાનો કાર્યકર્તા ચૂંટણીલક્ષી નહિ પરંતુ પ્રજાલક્ષી કાર્યકર્તા છે. જે હંમેશા ખેડૂતોની અને પ્રજા વચ્ચે જ રહેતો હોય છે.
ભાજપા સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિગ્રામ અંતર્ગત ૨૪-૨૪ કલાક વિજળી ઉપરાંત સુર્યશક્તિ યોજના, સ્કાય દ્વારા વિજળી ઉત્પાદન અને વધતી વિજળી સરકારને વહેચી તેની આવક ખેડૂતોને આપવાનો નિર્ણયએ ખુબ મોટો નિર્ણય સરકારે કરીને ખેડૂતોને સક્ષમ બનાવવાનું મહાભિયાન કર્યું છે. વીજબીલમાં ૬૨૫ કરોડની રાહત ખેતર ફરતે ફેન્સીંગ કરવા ૪૦૦ કરોડ ફાળવ્યા, સૌની યોજના થકી ખેતી અને પીવાના પાણીની સગવડતા કરી, પાકવિમાનું તાત્કાલિક ચુકવણું થાય તેવા પ્રયાસો તેમજ ખેત ઉત્પાદનમાં ૫૦૦૦ કરોડની ખરીદી કરીને સાચા અર્થ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખેડૂતો અને ખેતીના હામી બન્યા છે.
આ બેઠકનું સંચાલન કરતા રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાએ સંગઠનને મજબુત બનાવવા અને રાજકોટ જીલ્લા ભાજપાના સબળ સંગઠન કી જસદણની પેટા ચૂંટણીમાં જંગી સરસાઈથી આપણે જીત્યા તે રીતે મજબુત સંગઠન થકી લોકસભાની તમામ બેઠકો જીતવા ભાજપાનો પ્રત્યેક કાર્યકર ચૂંટણી સુધી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જશે અને આજી જ ભાજપાના વિકાસની વાતો લોકો સુધી લઈ જવા હાકલ કરી હતી.
આ તકે પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા અને વિધાનસભા સીટના ઇન્ચાર્જ નીતિનભાઈ ઢાંકેચાએ સરકારે કરેલા વિકાસકાર્યો તેમજ આગામી સરકારના કાર્યક્રમો, સંમેલનો અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપાની સરકારે ગામડાઓમાં વિખવાદ અને વિવાદો ન થાય અને ગામમાં ભાઈચારો જળવાય તે માટે સમરસ ગામડાઓ બનાવીને ગામડાઓને પુરસ્કાર આપીને ગામડાઓમાં શાંતિનું વાતાવરણ ઉભું કર્યું છે.