દેશમાં ચૂંટણી લડવાની પધ્ધતિ બદલાઈ છે, તે કોંગ્રેસને અનુસરવી જ રહી: જનરલ સેક્રેટરી કમલનાની રાહુલ ગાંધીને કોંગ્રેસમાં જડમુળી ફેરફાર કરવા સહિતની સલાહ
નવી દિલ્હી
કોંગ્રેસ રાજકારણની રાહ ભુલી ગઈ હોવાનો મત એઆઈઆઈસીસીના જનરલ સેક્રેટરી કમલનાનો છે. તેમણે કોંગ્રેસને દેશમાં બદલાયેલા રાજકારણનો સ્વીકાર કરવાની સલાહ આપી છે. પાંચ રાજયોની ચૂંટણીઓમાં કોંગ્રેસને સરેરાશ નિષ્ફળતાનો સામનો કરવો પડયો છે ત્યારે કમલનો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જડમુળી ફેરફાર કરવાની સલાહ આપી છે.
દેશમાં કોંગ્રેસ ડુબી રહી હોવાની વાતના બચાવમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસ કયારેય મોટા ખેલાડી તરીકે રહી ની, હા એ સત્ય છે કે અગાઉ ૨૫ બેઠકોની સરખામણીએ હવે ૭ બેઠકો મળી છે. એક રીતે ઉત્તરપ્રદેશની ચૂંટણી ભાજપ સામે સપા, બસપાની હતી. હા એમાં ભાજપે આશ્ર્ચર્યજનક સફળતા મેળવી છે તે માનવું પડે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની નિષ્ફળતાનું કારણ ચૂંટણી પહેલા યેલું રાજકીય નુકસાન હતું. ગોવામાં ભાજપની સરકાર હતી છતાં પણ કોંગ્રેસે ૧૭ બેઠકો મેળવી છે જે મહત્વની ગણી શકાય.
મણીપુરના પરિણામ બાબતે તેમણે કહ્યું હતું કે, મણીપુરમાં કોંગ્રેસનું ૧૫ વર્ષ લાંબુ શાસન હતું. અમે વિધાનસભાની ૪૭ ટકા એટલે કે, ૨૮ બેઠકો મેળવી છે. જયારે ભાજપ પાસે માત્ર ૨૧ બેઠકો જ છે. આ પરિણામને ખરાબ કઈ રીતે કહી શકાય. પંજાબના પરિણામ અંગે તેમણે કહ્યું હતું કે, પંજાબમાં અકાલી દળ અને ભાજપની સત્તા હતી. કોંગ્રેસે ચૂંટણીમાં ૭૭ બેઠકો મેળવી છે જે વિધાનસભાની ૬૬ ટકા છે જેના પરી કહી શકાય કે કોંગ્રેસ કરતા ભાજપનું પરિણામ નબળુ હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું માનુ છું કે, ભારતમાં રાજકારણનો સ્વભાવ બદલાઈ ગયો છે. ખાસ કરીને ચૂંટણી લડવાની પધ્ધતિમાં ખુબજ ફેરફાર યો છે. ભાજપે ચૂંટણી લડવાના રાજકારણમાં ઉમેરાયેલા નવા ગ્રામરને સ્વીકારવું જ રહ્યું. હવે ચૂંટણીઓ તમામ સ્તરે પોલીટીકલ મેનેજમેન્ટી જ જીતી શકાય છે. તેમણે કહ્યું હતું કે, સંસકીય નબળાઈના કારણે કોંગ્રેસના હાલ ખરાબ યા છે. ૨૦૧૪ સુધી ૧૦ વર્ષની સત્તા હોવા છતાં કોંગ્રેસ સંસકીય મજબૂતી મેળવી શકી ની.
માત્ર રાહુલ ગાંધી જ પરાજયના જવાબદાર ન હોવાનું તેમણે કહ્યું હતું. રાહુલ ગાંધી દરેક વિસ્તાર કે, ગામડાના બ્લોક સુધી પહોંચી શકે નહીં. હવે કોંગ્રેસમાં ધડમુળી ફેરફાર કરવાનું સુચન તેમણે રાહુલ ગાંધીને કર્યું છે. સમગ્ર મુશ્કેલી સંગઠનમાં હોવાનો મત તેમનો છે.