મેઘા પાટકરે હંમેશા ગુજરાતના વિકાસ અને ખેડૂતો વિરોધી કૃત્યો કર્યા છે. ગુજરાતે વર્ષોથી મેઘા પાટકર સામે લડાઇ લડી છે: જીતુભાઇ વાઘાણી
પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, શ્રીમતી મેઘા પાટકરે હંમેશા ગુજરાતના વિકાસ અને ખેડૂતો વિરોધી કૃત્યો કર્યા છે. ગુજરાતે વર્ષોી મેઘા પાટકર સામે લડાઇ લડી છે. નર્મદા માટે ગુજરાતે સુપ્રિમ કોર્ટ સુધી લડવાનું થયુ હોય તો તે માત્રને માત્ર મેઘા પાટકરના પાપે જ થયુ છે. સમગ્ર કોંગ્રેસ તેમજ વિપક્ષના નેતા ગુજરાતના નવનિયુક્ત પ્રભારીને વ્હાલા થવા માટે આવી હલકી કક્ષાના નિવેદનો કરીને કોંગ્રેસે પોતાનું પોત પ્રકાશ્યુ છે.
વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે નર્મદા માટે ખૂબ મોટી લડાઇ લડ્યા છે, ખૂબ સંઘર્ષો કર્યા છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના પૂર્ણ થાય તે માટે ઉપવાસ પર ઉતર્યા હતા, આંદોલનો કર્યા હતા, સાધુસંતો-સામાજીક સંસઓ તેમજ ગુજરાતની જનતાને સાથે રાખી નર્મદા યોજનાને ઝડપી પૂરી કરવાના પ્રયાસો શ્રી નરેન્દ્રભાઇએ કર્યા તે ગુજરાત અને દેશની જનતા જાણે છે. દેશના વડાપ્રધાન બનતા જ માત્ર ૧૭મા દિવસે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરવાજા મુકવાની મંજુરી આપી દીધી હતી. કોંગ્રેસે સાત-સાત વર્ષ સુધી મંજુરી આપી નહોતી. માત્રને માત્ર ભાજપાને નર્મદા યોજનાનો જશ ન મળે તે માટે ગુજરાતની જમીન અને જનતાને તરસ્યા રાખવાનું મહાપાપ કોંગ્રેસે કર્યુ છે.
કોંગ્રેસના પ્રભારીનું નર્મદા વિરોધી મેઘા પાટકરને પૂર્ણ સર્મન, વિપક્ષ નેતા આભાર માને છે: ભરત પંડ્યા
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ફરી એકવાર નર્મદા વિરોધી મેઘા પાટકરના નર્મદાના વિરોધ બદલ અભિનંદન આપીને પોતાની નર્મદા વિરોધી માનસિકતા છતી કરી છે. નર્મદા અને ગુજરાતનો વિરોધ કરનાર લોકોને જ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી કેમ બનાવે છે ?આ પહેલા પણ કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ઉત્તર ગુજરાતની સુકીભઠ્ઠ જમીન માટેની પાણીની સુજલામ-સુફલામ યોજનાને અટકાવવા કોંગ્રેસની કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી હતી અને હવે નવનિયુક્ત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પણ મેઘા પાટકરને પૂર્ણ સર્મન આપતા પત્ર દ્વારા ટ્વીટ કર્યું હતું તે બહાર આવતાં સાતવે નિમણુંકના ત્રણ દિવસમાં જ પોતાના ટ્વીટર હેન્ડલમાંથી નર્મદા વિરોધી ટ્વીટ દૂર કરવાની ફરજ પડી હતી. કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રાજીવ સાતવજીએ પોતાની નર્મદા વિરોધી ટ્વીટ ડીલીટ કરી છે પણ તેનાી નર્મદા વિરોધી અને ગુજરાત વિરોધી માનસિકતા ડીલીટ નથી થતી
કોંગ્રેસનું ડીએનએ હંમેશા એન્ટી નર્મદા અને એન્ટી ગુજરાત રહ્યુ છે. કોંગ્રેસના વાણી, વર્તન અને વ્યવહાર હંમેશા નર્મદા અને ગુજરાત વિરોધી રહ્યાં છે.યુપીએની કેન્દ્ર સરકારના જળ સંશાધન મંત્રીશ્રી સેફુદિન સોજે નર્મદા બંધની ઉંચાઇ વધારવાના વિરોધમાં એફીડેવીટ કર્યા હતા ત્યારે, તેના વિરોધમાં તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉપવાસ પર ઉતરવુ પડ્યું હતુ તે બાબત ગુજરાતની પ્રજા ભુલી ની. યુપીએના ૧૦ વર્ષના શાસનમાં અનેક વખત રજુઆતો બાદ પણ નર્મદા ડેમનાં દરવાજા મુકવાની મંજુરી કોંગ્રેસે અટકાવી રાખી હતી અને નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી બન્યાં પછી ૧૭માં દિવસે નર્મદા ડેમના દરવાજાની મંજુરી આપી હતી. તે ગુજરાતની પ્રજા સુપેરે જાણે છે. નર્મદાના લોકાર્પણ વખતે ગુજરાતની જનતા આનંદમાં હતી ત્યારે કોંગ્રેસ મરસીયા ગાતી હોય તેમ શોકમાં ડુબી ગઇ હતી તે ગુજરાતની પ્રજાએ અનુભવ્યું છે. કોંગ્રેસના લોકસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાજીએ અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહે હજુ પણ સંસદમાં વિરોધ ચાલુ જ રાખ્યો છે તે ગુજરાતની પ્રજા ભુલી શકી નથી.