ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧ મહિના સુધી દેશનું સૌી મોટું જળસંગ્રહ અભિયાન કરીને ૧૪૫૦૦ તળાવો-ચેકડેમો ઊંડા કર્યાં હતાં
કોંગ્રેસ સામે નર્મદા અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતાં ગુજરાત ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે નર્મદા યોજનાને સતત અટકાવવાનો પ્રયાસ કર્યો હતો એટલે કે કોંગ્રેસે સમગ્ર નર્મદા યોજનામાં જ મોટું ગાબડું પાડીને આખા ગુજરાતમાં નર્મદાના પાણીને આવતાં રોકવાનું પાપ કર્યું હતું. તે ગુજરાતની જનતાને યાદ છે. હજારો કિ.મી. દૂરી નર્મદાના પાણીને નર્મદાની કેનાલ, સુઝલામ-સુફલામ, સૌની યોજના અને અન્ય નહેરોમાં નાંખીને ખેડૂતોને પાણી પહોંચાડવાનો ભાજપ સરકારે પ્રામાણિક પ્રયાસ કર્યો છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ૧ મહિનામાં દેશનું સોથી મોટું જળસંગ્રહ અભિયાન કર્યું તેમાં ૧૪૫૦૦ થી વધુ તળાવો અને ચેડકેમો ઊંડા કરવામાં આવ્યાં તેમજ ૩૦ જીલ્લાની ૧૩૨ નદીઓની સફાઈ હાથ ધરાઈ છે. ૪૬૯૯ જેસીબી/હિટાચી અને ૧૫૨૮૦ થી વધુ ટ્રેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકારે ખેડૂતોના હિત માટે પ્રામાણિક પ્રયાસ કર્યો છે.
સરકારે ખેડૂતો માટે મગફળી ટેકાના ભાવે કરોડો રૂ.ની ખરીદી કરી છે અને આજી અડદ, મગની ટેકાની ભાવે ખરીદી શરૂ થઈ છે. તેમજ ગુજરાતના ૫૭ તાલુકાના ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે સ્પ્રીન્કલર ડ્રીપ ઈરીગેશન અપનાવવામાંથી મુક્તિ આપી છે આમ, રાજય સરકારે ખેડૂતહિતમાં અનેક પ્રશંસનીય નિર્ણયો કર્યા છે.જયાં સુધી કેનાલોમાં કયાંક તુટવાનો પ્રશ્ન છે. ત્યાં સરકાર ક્યાંય કશુંય ખોટું ચલાવી લેવા માંગતી નથી. જ્યાં તપાસ અને રીપેરીંગની જરૂર હશે ત્યાં તાકીદે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. કોંગ્રેસને માત્ર જૂઠ્ઠા આક્ષેપો અને ઉશ્કેરાટ ફેલાવવામાં જ રસ છે.
તેને ખેડૂતોના હિત સો કોઈ લેવા-દેવા નથી. જયારે ભાજપ પાણી, ખાતર, ટેકાનાં ભાવો સહિત અનેક યોજનાઓ દ્વારા ખેડૂતહિતના અનેક કાર્યો કરી રહી છે.