- આ સમય ભારતની વિકાસ યાત્રાનો એક અદભૂત કાળખંડ છે, જેમા દેવકાળ અને દેશકાળ બંને ઝડપથી વિકસી રહ્યા છે: નરેન્દ્રભાઇ મોદી
- ભારતમાં મંદિર જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર રહ્યું છે, દેશ અને સમાજને અજ્ઞાનથી જ્ઞાન તરફ લઇ જવાનું માધ્યમ છે: પ્રધાનમંત્રી
Gujarat News
ગત 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતનું બીજા નંબરનું શિવધામ વાળીનાથ મંદિર જેની ઉંચાઈ 101 ફુટ, લંબાઈ 265 ફુટ અને પહોળાઈ 165 ફુટ એમ વિશાળ, ભવ્ય વાળીનાથ મહાદેવનું મંદિરનુ નિર્માણ થયું છે. આ કાર્યક્રમમાં ખુલ્લી જીપમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દરેક શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. કેન્દ્ર અને રાજય સરકારના 13 હજાર કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેમ છો…. કહી સંબોધનની શરૂઆત કરી કે… આજે સંજોગ છે કે ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુશ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમા ભાગ લેવાની તક મળી તે પછી 14 ફેબ્રુઆરીએ અબધાબીમાં હિન્દુ મંદિરના લોકાર્પણની તક મળી. યુપીમાં કલકીઘામ મંદિરના શિલાન્યાસ કરવાની તક મળી અને આજે મહેસાણાના તરભ ખાતે મહાદેવજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક મળી. ભારતની વિકાસ યાત્રામાં એક અદભૂત કાળખંડ છે. જયારે દેવકાળ હોય કે દેશકાળ બંને ઝડપથી થઇ રહ્યા છે. દેવસેવા સાથે દેશની સેવા પણ થઇ રહી છે.
તેઓએ જણાવ્યું હતું કે, પાછલા બે દસકોમાં અમારી સરકારે વિકાસ સાથે વિરાસત ને સાચવવાનું કામ કર્યુ છે. આઝાદી પછી લાબા સમયથી વિકાસ અને વિરાસત વચ્ચે દુશમની કરાવી તે માટે કોંગ્રેસ જવાબદાર છે જેમણે વર્ષો સુધી દેશમાં સાશન કર્યુ. કોંગ્રેસે સોમનાથ જેવા પાવન સ્થળને વિવાદનું કારણ બનાવ્યું, પાવગઠમા ઘર્મઘજા ફરકાવાની ઇચ્છા વ્યકત ન કરી, મોઢેરાના સુર્યમંદિરના વોટબેંકની રાજનીતીથી જોયુ, ભગવાન રામના અસસ્તિવમા સવાલ કર્યા અને આજે જન્મભૂમિ પર મંદિરનુ નિર્માણ થયું છે સમગ્ર દેશ આજે ખૂશ છે તેમ છતા નકારાત્મક સાથે જીવવા વાળા લોકો નફરતનો રસ્તો છોડતા નથી. કોઇ પણ દેશ તેની વિરાસતને જાળવીને જ આગળ વધે છે.
અમારી સરકારનો પ્રયાસ રહ્યો છે કે વિરાસતને વિશ્વઘરોહર તરીકે વિકાસવવામાં આવે. આજે નવા ભારત માટે થઇ રહેલો દરેક પ્રયાસ ભાવી પેઢી માટે વિરાસત બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આજે રસ્તા અને રેલ્વ ટ્રેક બની રહ્યા છે તે વિકસીત ભારતનો રસ્તો છે. આજે મહેસાણાની રેલ કનેક્ટિવિટી મજબૂત થઇ છે. આજે ડિસા એરપોર્ટ સ્ટેશનના રન વેનુ પણ લોકાર્પણ થયું છે અને ભવિષ્યમાં આ રનવે નહી ભારતની સુરક્ષાના એરફોર્સનુ મોટુ કેન્દ્ર બની રહેશે.
ડિસા એરપોર્ટ સ્ટેશનના રનવેની ફાઇલ વર્ષ 2004 થી 2014 સુધી કોંગ્રેસ સરકાર ફાઇલ આગળ વઘારતી નહતી પણ મોદી જે સંકલ્પ લે છે તે પુરા કરે છે અને ડીસાના રનવેનું લોકાર્પણ થયુ. 20 થી 25 વર્ષ પહેલા ઉત્તર ગુજરાત માટે તક ઘણી સીમીત હતી. ખેડૂતો ના ખેતરોમા પણી પુરતુ ન હતુ, પશુપાલકો સામે ઘણી મુશકેલીઓ હતી, ઔધોગીકરણની સિમા ખૂબ ટુંકી હતી પરંતુ ભાજપા સરકારે આ સ્થિતિ બદલી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ટપક સિંચાઇની ટેકનોલોજીને જે રીત વિકસાવી છે તે અદભૂત છે.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતની ધરોહર વિરસાત અને સાંસ્કૃતિકનો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. મોદી સાહેબે વિરાસતથી વિકાસનો સંકલ્પ આપણને આપ્યો છે. આજે વડાપ્રધાન વિશેષ ઉપસ્થિતિમાં વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા ધર્મોત્સવ સાથે વિકાસત્સોવ પણ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના કોઇ પણ ખૂણે જઇએ ત્યા વિકાસના કામો અવિરત ચાલતા જોવા મળે છે તે મોદી સાહેબની વિકસીત ગુજરાતની ગેરંટી છે.
આજે સૌને ભરોસો છે કે મોદી સાહેબ છે એટલે તેમને જોઇતો વિકાસ મળશે. આજનો વિકાસત્સોવ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની પ્રતિભદ્ધતા દર્શાવે છે. ઉત્તર ગુજરાતને આજે એક જ દિવસમાં 13 હજાર 601 કરોડ રૂપિયાના વિવિધ 57 કામોની ભેટ આજે મોદી સાહેબના હસ્તે મળવાની છે. મોદી સાહેબે રાજયમાં રેલ્વે અને રોડ નેટવર્કના ઇન્ફાસ્ટ્રકચર સહિત વિકાસના કામોની ભેટ આપીને વિકસીત ભારત માટે વિકસીત ગુજરાતની આગવી દિશા આપી છે. પાછલા 10 વર્ષમાં મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે સ્પીડ અને સ્કેલથી વિકાસના કામો થયા છે તેનાથી વિકાસની વ્યાખ્યા બદલાઇ ગઇ છે.