વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જયપુર પહોંચ્યા. અહીંયા તેમણે 13 અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. જયપુરમાં મોદીએ જનસભાને સંબોધી. મોદીએ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, “કોંગ્રેસને આજકાલ લોકો ‘બેઇલ-ગાડી’ કહેવા લાગ્યા છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ અને પૂર્વ મંત્રીઓ આજકાલ બેઇલ પર છે.” ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મેળવનારા લોકોને મળશે. પીએમ અત્યાર સુધી સોશિયલ મીડિયા અને રેડિયો દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે પીએમ લાભાર્થીઓ સાથે સીધી મુલાકાત કરશે. પીએમ જામફળના બગીચામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ 12 કલ્યાણકારી યોજનાઓના લગભગ 2.50 લાખ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.
‘અમારા કામકાજથી ચીજો ના અટકે છે, ના લટકે છે અને ના ભટકે છે‘ – મોદી
મોદીએ કહ્યું કે, “અમારા કામકાજથી ચીજો ના તો અટકે છે, ના લટકે છે અને ના ભટકે છે.કોંગ્રેસને આજકાલ કેટલાક લોકો ‘બેઇલ-ગાડી’ કહેવા લાગ્યા છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ અને પૂર્વ મંત્રીઓ આજકાલ જામીન પર છે.
Congress ko aaj kal kuch log ‘bail-gaadi’ bolne lage hain. Congress ke kai diggaj neta aur purv mantri aajkal bail par hain: PM Modi while addressing a public rally in Jaipur pic.twitter.com/njQztJflmL
— ANI (@ANI) July 7, 2018