ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાંના વિષયમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપર જે નિમ્ન સ્તરનો આક્ષેપ કર્યો છે તે ખુબ જ શરમજનક છે. વિધાનસભાના અધ્યક્ષ ભાજપાના નેતા તરીકે નહીં પરંતું ગૃહના સ્પીકર તરીકે તટસ્ જવાબદારી નિભાવી રહ્યા છે. કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષ ની માફી માગવી જોઈએ.
વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક વિખવાદ, જૂબંધી, આંતરકલહ ને કારણે તેમજ મોવડીમંડળ ઉપરી વિશ્વાસ ગુમાવી બેઠેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ પાસે જઈને સ્વેચ્છાએ કોઈપણ જાતની લોભ-લાલચ ધાક-ધમકી સિવાય રાજીનામાં આપ્યા છે તેવું તે સૌ ધારાસભ્યોએ સ્વીકાર્યું છે અને રાજીનામા સ્વીકારતા સમયેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવેલ છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, એક તરફ વિધાનસભાનું સત્ર ચાલુ છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પોતાના ધારાસભ્યોને જયપુર ખાતે પંચતારક રિસોર્ટમાં મોકલી કોંગ્રેસ ગુજરાત રાજ્યની જનતા સો દ્રોહ કરી રહી છે. વિધાનસભાના વિપક્ષના નેતા કહી રહ્યા છે કે,અમે ચૂંટણી હારીશું તો પણ ચૂંટણી લડીશું તેનાી સ્પષ્ટ ઇ ચૂક્યું છે કે કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે. કોરોના વાઇરસ જેવા સંવેદનશીલ મુદા સો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાઓને જોડી તોડોના નામનો વાઇરસ કમલમ ખાતેી નીકળી કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને ભરખી ગયો, તેવો આક્ષેપ કરનારા પરેશભાઈ ધાનાણી આ આક્ષેપ સાબિત કરી બતાવે.