રાહુલ ગાંધી ફોટા સાથે ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવી ગુજરાતની જનતાને પોતાના મતવિસ્તારનો વિકાસ બતાવે: પ્રકાશ જાવડેકરજી
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરજી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન અંતર્ગત ઘરે-ઘરે જઇને જનસંપર્ક કર્યો હતો. નર્મદાના નીર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોચાડીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભગિર પ્રયાસ માટે જાવડેકરજીએ લાખ-લાખ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્રના ખેડૂતોના ચહેરા પર સ્મિત જોઇને હું ગદગદ્ ઇ ગયો છું. જાવડેકરજીએ કોંગ્રેસનો પર્દાફાશ કરતા જણાવ્યું હતુ કે, જુઠ્ઠુ બોલવુ, જોરી બોલવું અને વારંવાર બોલવું એ કોંગ્રેસની નીતિ રહી છે. આજે શ્રી રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપા મીડિયા પર અંકુશ લગાવે છે તેની સામે તિવ્ર પ્રત્યાઘાત આપતા જાવડેકરજીએ જણાવ્યુ; હતુ કે, રાહુલ ગાંધીને યાદ હોવું જોઇએ કે તેમના દાદીજી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ લોકશાહીની હત્યા કરીને ઇમરજન્સી લગાવી હતી મીડિયાની સ્વતંત્રતા છીનવી હતી.
રાહુલ ગાંધી ગુજરાત આવીને જીએસટીના એકદર ૧૮ ટકા વિશે વાત કરે છે. તો ત્યારે મારે તેમને પુછવું છે કે, શુન્ય ટકા, પાંચ ટકા અને ૧૨ ટકામાં આવતી વસ્તુઓને શું તે ૧૮ ટકામાં લાવવા માંગે છે ? શું તે વસ્તુઓને મોંઘી કરવા માંગે છે ? કોંગ્રેસના બતાવવાના અને ચાવવાના જુદા છે. કોંગ્રેસ જીએસટી કાઉન્સીલની મીટીંગમાં સહમતિ આપે છે. અને મીટીંગ પતાવીને બહાર આવી જીએસટીનો વિરોધ કરે છે. આવી બેધારી નીતિવાળી કોંગ્રેસ પ્રજા સમક્ષ ખુલ્લી પડી છે. જાવડેકરજીએ જણાવ્યું હતુ કે, નર્મદા યોજના કી આજે ગુજરાતના ૧૦ હજારી વધુ ગામડાઓ, ૧૭૩ ી વધુ શહેરો, ૧૭ જીલ્લાઓ, ૧૦ લાખી વધુ ખેડૂતો અને ૧૮ લાખી વધુ હેકટર જમીનને પીવાના તેમજ સિંચાઇના લાભો મળવાના છે. ત્યારે મારે કોંગ્રેસને પુછવું છે કે, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે, શા માટે આટવા વર્ષોી નર્મદા યોજનાને અટકાવી રાખી ? શા માટે નર્મદા યોજના પર દરવાજા ન મુકવા દીધા ? નર્મદાએ ગુજરાત અને ગુજરાતીઓની જીવાદોરી સમાન છે. શિક્ષણનીતિ અંગે પુછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જાવડેકરજીએ જણાવ્યું હતુ કે, ડો. કસ્તુરીનંદનના વડપણ હેઠળ નિમાયેલી ૮ સભ્યોની કમિટિ સતત કાર્યશીલ છે. પ્રજાજનોના સુઝાવો લીધા છે. જનભાગીદારીી જનનીતિ ઘડાઇ રહી છે. મારુ એવુ માનવુ છે કે, ૨૦૨૦ ી ૨૦૪૦ સુધી ૨૦ વર્ષમાં નવી શિક્ષણ નીતિ દેશ માટે, દેશના યુવાનો માટે એક આદર્શ શિક્ષણનીતિ સાબિત શે. પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડયા, પ્રદેશ પ્રવક્તા ડો. જગદીશ ભાવસાર, મીડિયા ઇન્ચાર્જ ડો. હર્ષદ પટેલ, ડીબેટ ટીમના સભ્ય મહેશ કસવાલા, એડવોકેટ વિજય શર્મા ઉપસ્તિ રહ્યા હતા.