ભાયાવદરમાં ભવ્ય રોડ-શો યોજી હાર્દિક પટેલે દસ હજારની જનમેદનીને સંબોધી: ગામ બંધ રાખી લોકો સ્વયંભુ હાર્દિકનું સ્વાગત કરવા ઉમટયા
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે હાર્દિક પટેલનો ભવ્ય રોડ-શો અને પટેલ નગરમાં જાહેરસભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલે દશ હજાર જેટલી જનમેદનીને સંબોધી હતી. આ કાર્યક્રમથી વિવિધ રાજકીય પક્ષોમાં સોંપો પડી ગયો હતો. ભાયાવદરના વિવિધ સમાજ અને સંસ્થાઓએ હાર્દિક પટેલનું સન્માન કરી સ્વયંભુ હાર્દિક પટેલની લડતને ટેકો આપ્યો હતો.
ભાયાવદર ગામે વિશાળ કાફલા સાથે હાર્દિક પટેલ પહોંચતા તેઓનું જાગનાથ મંદિર પાસે કળશધારી બાળાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કરેલ ત્યાઠથી બાઈક અને કારના વિશાળ કાફલા સાથે ભવ્ય રોડ-શોનો પ્રારંભ થયો હતો.
સરદારની પ્રતિમાને હારતોરા કરી હાર્દિક પટેલનો કાફલો પટેલનગરની જાહેરસભામાં પહોંચ્યો હતો. સભાને સંબોધતા પાસના ક્ધવીનર લલીત વસોયાએ જણાવેલ કે, પાટીદાર સમાજ છેલ્લા બે વર્ષથી હાર્દિક પટેલની આગેવાનીમાં આંદોલન ચલાવે છે. પાસની મુળ માંગણી પાટીદાર સમાજના આર્થિક પછાત લોકોને અનામત મળે તેનો છષ. પણ અમૂક ભાજપના મળતીયાઓ એવું કહે છે કે પાસનો અન્ય સમાજનો વિરોધી છે. પરંતુ હકીકત એ છે કે અન્ય સમાજને વધુમાં વધુ સરકાર અનામત કે કોઈ અન્ય લાભ આપે તો અમારો તેની સામે કોઈ વાંધો નથી.
પટેલનગરમાં દસ હજારની મેદનીને સંબોધતા હાર્દિક પટેલે જણાવેલ કે પાટીદાર સમાજ છેલ્લા બે વર્ષથી અનામતની માંગ સાથે આંદોલન ચલાવે છે અને આ માંગણી સમાજના યુવાનો અને યુવતીઓના અભ્યાસ અને નોકરી માટે વ્યાજબી છે. દોઢ વર્ષ પહેલા અમદાવાદમાં સરકારના ઈશારે સમાજનાં લોકો ઉપર પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો હતો. ત્યારે આપણા સમાજના અમુક બાઘડ બિલાડાઓ પોતાના સ્વાર્થ માટે સત્તા જાળવી રાખવા કાંઈ બોલ્યા ન હતા. ત્રણ વર્ષ પહેલા ગુજરાતની પ્રતિષ્ઠીત માતિને માત્ર ૨૪ કલાકમાં લઘુમતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
આગામી ધારાસભાની ચૂંટણીમાં આ તમામ અન્યાયનો બદલો પાટીદાર સમાજ લેશે. ત્યારે પાટીદાર સમાજના ભાઈ-બહેનો અને વડિલોને મારી એક ખાસ વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપના આગેવાનો કડવા-લેઉવાના વાદ ઉભા કરી પોતાના રાજકિય રોટલા શેકવાના છે ત્યારે આપણે લેઉવા અને કડવા ભૂલી પાટીદાર બની આવા લોકોને જડબાતોડ જવાબ આપીને તેમનું સ્થાન બતાવી દેવાનું છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવે કે કોંગ્રેસની સરકાર આવે પણ પાટીદાર સમાજ તેની મૂળ માંગણી અનામત લઈને જ ઝંપશે.
આ કાર્યક્રમની આભારવિધિ રાજકોટ જિલ્લા પાસના ઉપ ક્ધવીનર અને ભાયાવદર પાટીદાર સમાજના અગ્રણી નયનભાઈ જીવાણીએ કરી હતી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પાસના ક્ધવીનર લલીત વસોયા, મનોજ પનારા, વરૂણ પટેલ, ઈશ્ર્વરભાઈ પનારા, દિનેશભાઈ પટેલ, ભૂદરભાઈ અઘેરા, હિરાભાઈ ફળદુ, કાન્તીભાઈ ટિલવા, ગીરીશભાઈ આરદેશણા, જતીનભાઈ પટેલ, ચંદુભાઈ જોગાણી, અંકિત પટેલ, રેખાબેન શિણોજીયા, લાખાભાઈ, તારણભાઈ સેલાણા, રમેશભાઈ ભારાઈ, શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ ડેર, મહામંત્રી કમલેશભાઈ વ્યારા, આરિફભાઈ નાથાણી સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલ હતા.