મનપા તંત્ર વિપક્ષી નેતાની લેખિત રજૂઆત બાદ શહેરમાં ફોગીંગ શરુ કરાવવા અને ડીવીડમશીન ની ખરીદી કરવા અંગે કાર્યવાહી શરુ કરાઈ : મ્યુનિસિપલ કમિશનરનો આભાર માનતા અશોક ડાંગર અને વશરામ સાગઠીયા
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની સંયુક્ત અખબારી યાદી જણાવે છે કે રાજકોટ શહેરએ મુખ્યમંત્રીનું હોમ ટાઉન છે તે શહેરમાં જ મચ્છરોના ત્રાસ થી લોકોની સ્થિતિ કફોળી બની છે અને સ્માર્ટ સીટી-સ્વછતા અભિયાન ફારસરૂપ બન્યા છે જયારે રાજકોટમાં છેલ્લા દિવસોમાં ઠંડી ઘટવાથી મચ્છરોનો ત્રાસ વધ્યો છે તેમજ રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે જેમાં શહેરીજનોની સ્થિતિ હાલ ખુબજ કફોડી બની છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા નું તંત્ર કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે અને મનપા દ્વારા મચ્છરના ઉપદ્રવ કેન્દ્રો હટાવવા અંગે કોઈ જ નક્કર કામગીરી કરેલ નથી. ત્યારે રાજકોટ શહેરમાં આવેલ આજી નદી અને રાંદરડા તળાવમાં ગાંડીવેલ (જળકુંભી) દુર કરવા તંત્રએ કોઇપણ જાતની કામગીરી કરેલ નથી. તેમજ શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારના અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના આજી નદીની આજુબાજુના રહેવાસીઓને મચ્છરનો ખુબ જ ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ પારાવાર હાડમારી વેઠવી પડે છે
જયારે મનપાના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ હતી ઉપરાંત આજી નદી અને રાંદરડા તળાવમાં થતી ગાંડીવેલ (જળકુંભી) જ મચ્છરોનું મુખ્ય ઉપદ્રવ કેન્દ્ર બન્યું છે તેમજ રાજકોટ મનપાનું તંત્ર માત્ર ફોગીંગ કરીને પ્રજાના પૈસાનો ઘુમાડો કરે છે તદુપરાંત તંત્રએ આ ગાંડીવેલને જડમૂળમાંથી દુર કરવા માટે કવાયત કરવી જોઈએ અને નક્કર કામગીરી કરવી ફરજીયાત છે તેના વગર આ મચ્છરોના ઉપદ્રવ કેન્દ્રો દુર કરવા શક્ય નથી જયારે શહેરમાં લોકોનું આરોગ્ય જોખમમાં હોય ત્યારે નક્કર કામગીરી કરવી જ પડે તેમજ અમારા દ્વારા રાજકોટ મનપાના મ્યુનિસિપલ કમીશનર ને પાંચ દિવસ અગાઉ અલ્ટીમેટમ આપવામાં આવેલ હતું કે જો આગામી સપ્તાહમાં આજી નદી અને રાંદરડા તળાવમાંથી ગાંડીવેલ દુર કરવામાં નહી આવે તો રાજકોટની જનતાને સાથે રાખી લોકોના આરોગ્યના હિતમાં અમારે ગાંધીચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન ધરણા કરવાની ફરજ પડશે અને રાજકોટની જનતાને સાથે રાખી રસ્તા ઉપર ઉતરવું પડશે તો તમામ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની રહેશે ત્યારે આ કામગીરી આગામી સપ્તાહમાં થવી જોઈએ તેવી જાહેર જનતાના આરોગ્યના હિતમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ માંગણી કરેલ હતી અને એ બાબતમાં રાજકોટ મનપાના તંત્રએ ખુબ જ ગંભીરતા લઇ કામગીરી શરુ કરાવી છે ત્યારે ભાજપના શાસકો ખોટા જશ ખાટવાનું બંધ કરે અને લોકોને ગેરમાર્ગે ન દોરે તેવું સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે કારણકે શહેરમાં સાંજના સમયે રાહદારીઓ જયારે પસાર થતા હોય ત્યારે તેમની આંખમાં, કાનમાં અને મોઢામાં મચ્છર જતા રહે છે અને આંખમાં મચ્છર જવાથી આંખ બળે ત્યારે ઘણા નાના-મોટા અકસ્માતનું ભોગ બનવું પડતું હોય છે અને સાંજના સમયે આજી નદીની આજુબાજુમાં લોકોને એક-બીજા સાથે વાતચીત કરવામાંપણ ખુબ જ તકલીફ પડે છે કારણકે લોકોના મોઢામાં પણ મચ્છર જતા રહે છે તેવો સખ્ખત ત્રાસ રહે છે ત્યારે રાજકોટ શહેરની જનતાના આરોગ્યના હિતમાં રજૂઆતના પાંચ દિવસમાં જ મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં શહેરમાં વનડે ત્રિ વોર્ડ ફોગીંગ અને ગાંડી વેલ દુર કરવા માટે મશીનની ખરીદી કરવા અંગે કાર્યવાહી શરુ કરાઈ છે જેની કીમત અંદાજે ૧ કરોડ થી ૨.૫ કરોડ જેવિ છે તે ખરીદી કરવા મનપાના કમિશ્નર આરોગ્ય શાખા અને મેલેરિયા વિભાગ દ્વારા હાલ કામગીરી શરુ કરવામાં આવી છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને મનપાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની યાદીમાં જણાવાયું છે.