તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા સંગઠનને કામે લાગી જવા હાંકલ કરતા ધારાસભ્ય જે.વી. કાકડીયા
બગસરામાં જેતપુ રોડ પર આવેલ સર્કીટ હાઉસ ખાતે બગસરા શહેર-તાલુકા કોંગ્રેસ પાર્ટીની એક મહત્વની કારોબારી મીટીંગ મળી હતી.
ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના અઘ્યક્ષ સ્થાને આ મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રભારી અમીતભાઇ ઠુંમરે આ મીટીંગમાં ખાસ હાજરી આપી હતી. અમીતભાઇ ઠુંમરે આ મીટીંગ આગામી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચુંટણી પૂર્વે દરેક વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીના સંયોજક બનાવવા માટે આ મીટીંગ બોલાવવામાં આવેલ હતી. પ્રદેશ પ્રમુખ અમીતભાઇ ચાવડાના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વોર્ડ પ્રમુખની નિમણુંક કરવા માટે ધારી બગસરા વિધાન સભા વિસ્તારના પ્રભારી તરીકે અમીતભાઇ ઠુંમરની નિમણુંક કરી તેમને સંયોજક બનાવવાની કામગીરી સોંપવામાં આવેલ છે જેથી બગસરા ખાતે તાલુકા તથા શહેરમાં કોંગ્રેસ પાર્ટીના વોર્ડ મુજબ સંયોજક બનાવવા ખાસ મીટીંગ બોલાવવામાં આવી હતી.
આ તકે ધારાસભ્ય એ સંગઠનને મજબુત બનાવવા તમામ કાર્યકર્તાઓને જયાં જયાં જરુર પડે ત્યાં ખર્ભે ખભો મીલાવીને સાથે કામ કરવાની ખાત્રી આપી હતી. કોંગ્રેસના જુદા જુદા વકતાઓએ કોંગ્રેસને મજબુત બનાવી ફરીને તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા તેમજ સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં જીત મેળવવા સંગઠનને કામે લાગી જવા હાંકલ કરી હતી.
આ તકે પ્રદેશ પ્રભારી અમીતભાઇ ચાવડા, ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીલ્લા પંચાયતના સદસ્ય ગૌતમભાઇ વસાવા, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અનકભાઇ વાળા, ભરતભાઇ ભાલાળ, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ રાખોલીયા, તાલુક કોગ્રેસ પ્રમુખ અશ્ર્વિનભાઇ ગઢીયા, તાલુકા યુવા પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્યો:, દિલીપભાઇ ખેતાણી, કોંગ્રેસ કારોબારી સભ્યો તેમજ સરપંચોશ્રીએ ખાસ હાજરી આપી આ મીટીંગમાં ઉ૫સ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમનું સંચાલન અશ્ર્વિનભાઇ ગઢીયા તેમજ આભાર વિધી મુકેશભાઇ રાખોલીયાએ કરી હતી.