કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે શકિત એપ દ્વારા કાર્યકરો પાસેથી સ્લોગનો–સુત્રો મંગાવ્યા હતા
૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે સોશિયલ મીડિયા સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવનવા સ્લોગનો, સુત્રો રજુ કરીને મતદારોને આકર્ષીને બહુમતી મેળવી હતી જે બાદ તમામ રાજકીય પક્ષો ચુંટણીપ્રચારના અતિઆધુનિક નુસ્કાઓ અજમાવવા લાગ્યા હતા. ચાલુ વર્ષે યોજાનાર લોકસભાની પણ ચુંટણી પ્રચારના અવનવા નુસ્કાઓ ઉપયોગમાં લેવામાં આવનાર છે. જયારે કોંગ્રેસે કાર્યકરો પાસેથી ચુંટણીપ્રચાર પાસેથી સ્લોગનો સુત્રો મંગાવ્યા હતા. જેથી દેશભરના કાર્યકરોએ કોંગ્રેસને ૧૫ લાખ જેટલા સ્લોગનો, સુત્રો ચુંટણી પ્રચારમાં મળ્યા છે.
લોકસભાની ચુંટણીજંગ આ વખતે પ્રચારના ઈન્ટેલીજેન્ટ નુસ્કા ઉપર લડાશે ત્યારે કોંગ્રેસે અત્યારે દેશભરમાંથી મળેલા હજારો સુત્રો અને સ્લોગનોની છટણીમાં ધંધે લાગી ગઈ છે. કોંગ્રેસે પાર્ટીના છેવાડાના કાર્યકર સાથે વ્યકિતગત તાલમેલ કેળવાય તે માટે કાર્યકરો પાસેથી ચુંટણીલક્ષી સ્લોગન મુકવા મેસેજ કર્યો હતો તેના પગલે દેશભરમાંથી ૧૫ લાખ જેટલા સુત્રો આવી પડતા. કોંગ્રેસના મુખ્ય મથક પર અત્યારે ૧૫ લાખ સુત્રોનું સ્થાનિક ભાષાઓ જેવી કે તામિલ, તેલુગું, કન્નડ, ગુજરાતી, મરાઠી અને હિન્દીમાંથી અનુવાદ કરવાનું કામ માથે આવી પડયું છે.
કોંગ્રેસના આઈટી વિભાગના પ્રવિણ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, અત્યારે ૧૫ લાખ સ્લોગનોમાંથી ૬૦ હજાર સ્લોગનો અલગ તારવવામાં આવ્યા છે ત્યારપછી દરેક ભાષામાં મળેલા સુત્રોને હિન્દીમાં અનુવાદ કરવામાં આવશે. મોટાભાગના સુત્રો રોજગારી, યુવાન અને ખેડુતોના વિષય ઉપર મળ્યા છે. આ બધા સુત્રો એવા છે કે જેનાથી કોંગ્રેસનો મતદારો પર પ્રભાવ વધશે. આ તમામ સુત્રો દેશના ૨૯ રાજયોમાં ફેલાયેલી ૪૯૩ લોકસભા મતવિસ્તારમાંથી મળ્યા છે. ૨૦૧૯ની ચુંટણીમાં કોંગ્રેસની નેતાગીરીએ છેવાડાના મતદારો સુધી પક્ષના સંપર્ક માટે ગોઠવે માઈક્રો મેનેજમેન્ટ કામે લગાડયું છે. કોંગ્રેસના નેટવર્કમાં જોડાયેલા શકિત એપના બુથ લેવલના લાખો કાર્યકરો દ્વારા સ્લોગન માટેના હાઈ–કમાન્ડના આદેશો પર તાત્કાલિક કામે લાગીને ચુંટણીના સ્લોગનનો એવો મારો ચલાવ્યો છે કે ૧૫ લાખ સંદેશાઓનો ખડકલો થઈ ગયો છે.
પક્ષ દ્વારા દેશવ્યાપી સંદેશો પાઠવીને કાર્યકરો ૬ થી ૭ શબ્દોમાં ચુંટણીલક્ષી સુત્રો મોકલવા જણાવાયું હતું અને કાર્યકરોને એવું વચન પણ આપવામાં આવ્યું હતું. કાર્યકરો પાસેથી મળેલા સુત્રોમાંથી કોઈ એક સુત્રની પસંદગી કરીને તેનો ઉપયોગ કોંગ્રેસ પ્રચાર સમિતિ દ્વારા ૨૦૧૯ની ચુંટણીમાં કરવામાં આવશે. ચુંટણીમાં કોંગ્રેસને કેટલા મત મળે એ પછીની વાત છે. હમણા તો કોંગ્રેસના કોમ્પ્યુટરોનો મેલ બોકસ કાર્યકરો દ્વારા દેશભરમાંથી મોકલાવેલ મેસેજથી ભરાઈ ગયું છે.