ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારના રોજ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં બુથ પ્રમુખના સંમેલન ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે કાર્યકર્તાઓને કહ્યું કે- મોદી સરકારે વન રેન્ક વન પેન્શન (OROP)એક વર્ષમાં જ આપીને ભૂતપૂર્વ સૈનિકોને આપેલો વાયદો પૂરો કર્યો છે. અને કોંગ્રેસ? કોંગ્રેસે પણ દેશને OROP આપ્યું. કોંગ્રેસનું OROP એટલે ઓન્લી રાહુલ ઓન્લી પ્રિંયકા!

ભાજપ અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં કહ્યું કે દેશના સંરક્ષણમાં રાત દિવસ એક કરનારા જવાનો અને તેમના પરિવારજનોના હિતની રક્ષા કરવાની પ્રાથમિકતા ભાજપ સરકારની છે. પરિણામે અમારી પાર્ટીના વન રેન્ક વન પેન્શન (OROP)અને કોંગ્રેસમાં મહત્વનો તફાવત રહેલો છે. અમારું ઓઆરઓપી દેશના જવાનો અને તેમના પરિવારોની સુખાકારી માટે છે જ્યારે કોંગ્રેસનું OROP એટલે ઓન્લી રાહુલ ઓન્લી પ્રિંયકા!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.