૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનાર કાર્યકર્તાઓ, ટિકિટ ના મળવાથી નારાજ થયેલા અસંતુષ્ઠ ટિકિટ વાન્છુઓને અગાઉ પાર્ટીએ વીણીવીણીને નોટીસો ઠપકારી હતી.
ગયા વખતે આવા નોટીસ ફાતાકારનારાઓની સંખ્યા ૪૭ જેટલી હતી.હાલના તબક્કે કોંગ્રેસે 14 જેટલા હોદ્દેદારોને પક્ષ વિરોધી કાર્યવાહી કરવા નોટીસ ફટકારી છે. આપવામાં આવેલી કારણદર્શક નોટિસનો જવાબ પાંચ દિવસમાં આપવો ફરજીયાત બનાવેલ છે.
અમદાવાદ મ્યુંનીસીપલ કોર્પોરેશનનાં વિપક્ષી નેતા દિનેશ શર્મા અને તેમને મદ્દ કરનાર બે હોદ્દેદારો તેમજ બે જિલા પ્રમુખોની સાથે માતર બેઠકના ટીકીટના દાવેદાર હતા કોંગ્રેસના હારેલા ઉમેદવાર સંજાય પટેલે પોતાને હરાવવામાં કાલિદાસ પરમારે મુખ્ય ભાગ ભજવ્યો હોવાના આક્ષેપ પરથી કાલીદાર પરમાર સામે પણ કારણદર્શક નોટીસ ફટકારવામામ આવી છે.