- પંચમહાલ બેઠક માટે ગુલાબસિંહ ચૌહાણ,છોટાઉદેપુર બેઠક માટે સુખરામ રાઠવા,પાટણ બેઠક માટે ચંદનજી ઠાકોર, ખેડા બેઠક માટે કાળુસિંહ અને આણંદ બેઠક માટે અમિત ચાવડાના નામ લગભગ નક્કી
- અન્ય રાજ્યના ઉમેદવારો નક્કી કરવાની ચર્ચા લંબાતા ગુજરાત માટે આજે અથવા આવતીકાલે નામો નક્કી કરાશે
કોંગ્રેસ દ્વારા ગુજરાતની લોકસભાની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે વધુ પાંચ બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. તમામને ટેલીફોનિક જાણ કરી દેવામાં આવી છે.આગામી 1 થી 2 દિવસમાં ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરવામાં આવશે. જેમાં ગુજરાતની 10 થી 12 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
કોંગ્રેસ હાઇકમાન્ડ દ્રારા ગુજરાતની આણંદ લોકસભા બેઠક માટે અમિત ચાવડાનું નામ ફાઇનલ કરાયું છે. જ્યારે છોટાઉદેપુર બેઠક માટે સુખરામ રાઠવા, પાટણ બેઠક માટે ચંદનજી ઠાકોર,ખેડા બેઠક માટે કાળુસિંહ ડાભી પંચમહાલ બેઠક માટે ગુલાબસિંહ ચૌહાણનું નામ ફાઇનલ કરી દેવામાં આવ્યું છે .તમામને ટેલીફોનિક જાણ કરી ચૂંટણી લડવા માટે તૈયારી શરૂ કરી દેવાનું આદેશ આપી દેવામાં આવ્યો છે.દરમિયાન આજે અથવા આવતી કાલે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે.જેમાં ગુજરાતની બાકીની બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા મનોમંથન હાથ ધરાશે.
લોકસભાની 543 બેઠકો માટે અલગ અલગ સાત તબકકામાં મતદાન યોજાવાનું છે. 19મી એપ્રિલના રોજ યોજાનારા પ્રથમ તબકકાના મતદા માયે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. દરમિયાન આજે સાંજે રાજધાની નવીદિલ્હી ખાતે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે જેમાં ગુજરાત સહિતના રાજયો માટે ઉમેદવાર નકકી કરવા ચર્ચા વિચારણા કરવામાં આવશે.
કોંગ્રેસ દ્વારા ઈન્ડિયા ગઠબંધનના ભાગરૂપે ગુજરાતની 26 પૈકી બે બેઠકો આમ આદમી પાર્ટીને ફાળવી છે. ભાવનગર અને ભરૂચ બેઠક ‘આપ’ને આપવામાં આવી છે.જેના માટે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતની અલગ અલગ સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.જયારે 17 બેઠકો માટે હજી સુધી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.
આજે સાાંજે દિલ્હી ખાતે કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેકશન કમિટીની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ નકકી કરવા માટે મનોમંથન કરવામાં આવશે. ભાજપ દ્વારા ગુજરાતની 26 પૈકી 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મહેસાણા બેઠક માટે ઉમેદવાર નામ જાહેર કરવાના બાકી રાખ્યું છે. આજે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતની બાકી રહેતી 17 બેઠકો પૈકી 13 બેઠકો માટે ઉમેદવારોના નામ નકકી કરવા માટે કસરત હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા જે ચાર બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં નથી આવ્યા તે બેઠકો માટે કોંગ્રેસ પણ પ્રાથમિક ચર્ચાઓ કરવાનું ટાળ્યું હતુ. ગુજરાતની અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાશે.
પંચમહાલ અને આણંદ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. બંને બેઠકનાં ઉમેદવારોને ફોન કરી જાણપણ કરી દેવામાં આવી છે. પંચમહાલ બેઠક પરથી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અમિત ચાવડાને મેદાનમાં ઉતારશે. રાજકોટ બેઠક માટે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણક્ષનું નામ જોરશોરથી ચર્ચાય રહ્યું છે. આજે સાંજે ચૂંટણી કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ મોડીરાત સુધીમાં અથવા આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની વધુ એક યાદી જાહેર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની છેલ્લી બે ચૂંટણીથી ગુજરાતમાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી એકપણ બેઠક મળતી નથી કરૂણ રકાસની હેટ્રીક ખાળવા ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. ઉમેદવારોની પસંદગી માટે મહામંથન કરવામાં આવી રહ્યું છે. ભાજપના ઉમેદવારોને ટકકર આપી શકે તેવા નેતાને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. 17 બેઠકો પૈકી 13 બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ગમે તે ઘડીએ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે.