- મેયર બંગલે શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે પરષોતમ રૂપાલાની શુભેચ્છા બેઠક યોજાઇ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી દિવસોમાં ફરી 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યર્ક્તાઓ કટીબધ્ધ બન્યા છે ત્યારે રાજકોટ લોક્સભામાં પાંચ લાખથી વધુ લીડના લક્ષ્ાાંક સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાના નેતૃત્વમાં માઈક્રોપ્લાનીંગ સાથે ભારતીય જનતા પાર્ટીની ફોજ તૈયાર થઈ છે ત્યારે રાજકોટ લોક્સભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે વિરષ્ઠ આગેવાન પરશોતમભાઈ રૂપાલાની પસંદગી કરવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે પાર્ટીના તમામ કાર્યર્ક્તાઓ સાથે મેયર બંગલા ખાતે રાજકોટ શહેર, રાજકોટ જીલ્લો અને રાજકોટ લોક્સભામાં સમાવિષ્ટ મોરબી જીલ્લાના મતવિસ્તારના અપેક્ષ્ાિત શ્રેણીના કાર્યર્ક્તાઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ તકે રાજકોટ લોક્સભાના ભાજપ ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીની કાર્યશાળા છે અને જનસંઘની સ્થાપના રાજકોટ કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના કાર્યર્ક્તાઓએ હંમેશા ગુજરાતના સંગઠનમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને રાજકોટ હંમેશા પાવર સ્ટેશન રહયું છે ત્યારે આ બેઠક પરથી મને ચૂંટણી લડવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું અને હું મારી જાતને ભાગ્યશાળી ગણાવું છું. આ લોક્સભાની ચૂંટણીએ ભષ્ટ્રાચાર અને વંશવાદ નાબૂદ કરનારી ચૂંટણી છે અને આ ચૂંટણીથી ભારત વિશ્ર્વની ત્રીજી અર્થનિતિ દેશ બને તે માટેની આ ચૂંટણી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડે છે ત્યારે ભાજપ વિકસિત દેશ બનાવવા માટે આ ચૂંટણી લડે છે.
આ તકે વજુભાઈ વાળા, આર.સી.ફળદુ, પરશોતમભાઈ રૂપાલા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, મુકેશભાઈ દોશી, અલ્પેશભાઈ ઢોલરીયા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, બીનાબેન આચાર્ય, નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, નરેન્દ્રસિંહ ઝાલા, કે.એસ. અમૃતિયા સહિતના ઉપસ્થિત રહયા હતા. આ તકે કોંગ્રસના પૂર્વ કોર્પોરેટર અને શહેરની વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ વિજયભાઈ વાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને આ તકે ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી ભાજપના વિરષ્ઠ આગેવાનોએ આવકાર્યા હતા.
રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરી આશિર્વાદ લીધા
રાજકોટ લોક્સભા-10 ના ઉમેદવાર તરીકે પરશોતમભાઈ રૂપાલાનું નામ જાહેર થયા બાદ સૌપ્રથમવાર રાજકોટ પધાર્યા ત્યારે સૌપ્રથમ તેઓએ રાજકોટના અતિપ્રસિધ્ધ પૌરાણિક સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરી મહાદેવના આર્શીવાદ લીધા હતા આ તકે ભાજપ પ્રદેશ કારોબારી સમિતિના સભ્ય અને સ્નેહી જીતુભાઈ મહેતાના નિવાસ સ્થાને જઈને શુભેચ્છા મુલાકાત કરીને ગાયત્રી મંદિર અને સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના દર્શન ર્ક્યા હતા અને વિશ્ર્વમંગલ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે રામનાથ મહાદેવ મંદિરની પ્રવિત્ર ધજાજીની પ્રવિત્ર યાત્રાનો દિવ્ય લાભ લઈ ધ્વજારોહણ કરવામાં આવેલ. આ તકે મુકેશભાઈ દોશી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સ્થાનિક અગ્રણી દેવાંગ માંકડ, કૌશિક ચાવડા, વિશાલ માંડલીયા, સહદેવ ડોડીયા, કિરીટ ગોહેલ, કાળુભાઈ ઓડ સહિતના આગેવાનો સાથે રહયા હતા.
વજુભાઈ વાળાનું માર્ગદર્શન લેતા પરસોતમ રૂપાલા
રાજકોટ લોકસભા-10 ના ઉમેદવાર તરીકે પરષોતમભાઇ રૂપાલાનું નામ જાહેર થયા બાદ સૌ પ્રથમવાર રાજકોટ આવ્યા છે. ત્યારે રાજકોટના પીઢ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાની શુભેચ્છા બેઠક યોજવામાં આવેલ હતી. અને જુના સંસ્મરણોને વાગોવ્યા હતા. આ તકે પરષોતમભાઇ રૂપાલા સાથે મુકેશભાઇ દોશી અને ભાજપના આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.