લોકોની અસમંજસનો અંત બાપુ કોંગ્રેસ સો: પૂર્વ પ્રભારી કામતના કહેવાી એમએલએ સો બેઠક કરી: બાપુ
કોન્ફરન્સ અંતર્ગત યો ઘટસ્ફોટ સાંજે બીજી કોન્ફરન્સમાં મોદીના કાર્યકાળમાં યેલા નુકશાનનું વર્ણન
કોંગ્રેસ પ્રભારી અશોકસિંહ ગેહલોતે આજરોજ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સો તેમના નિવાસ સને ભોજન લીધા બાદ બન્નેએ સો મળીને એક પ્રેસકોન્ફરન્સ બોલાવી હતી. જેમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સફળ શે તેવી આશા વ્યકત કરી હતી. તો બાપુએ પોતે નારાજ નહીં હોવાનું અને પોસ્ટરોમાં પોતાની બાદબાકી બદલ આ અંગે તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
ગેહલોતે કોંગ્રેસ આગામી ચૂંટણીમાં સફળ શે તેમજ એકજૂટ ઈને લડશે તેમ જણાવ્યું હતું. બાપુની નારાજગી વિશે તેમણે બાપુ નારાજ છે જ નહીં અને બાપુને મનાવવા આવ્યો કે ભોજન કરવા તે પ્રશ્ર્ન બાપુને પુછવા જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે જે અસમંજસ હતી. તે હવે નહીં રહે. કાર્યકારિણીની બેઠકમાં તેમના ભાષણને સમજવું જ‚રી હોવાનું સૂચવ્યું હતું. સી.એમ. કોણ ના જવાબમાં તેમણે ચૂંટણી બાદ જ સીએમ નક્કી ાય છે તેમ જણાવ્યું હતું. તેમજ આ મામલે શંકરસિંહે પણ મૌન સેવ્યું હતું.
બાપુએ રાજકીય રીતે પડેલી અગવડતા બદલ માફી માગી હતી. તેમજ બાપુને તકલીફ છે ? તેમ મીડિયાને કોણે કહ્યું ? તેમ પુછીને વાતનો છેદ ઉડાડતા બાપુએ આજની બેઠકમાં રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
જે અંતર્ગત કાર્યકર્તાઓ તેમજ કાર્યપઘ્ધતિની વિચારણા કરવામાં આવી હતી. તેમજ મીડિયા જે વિશે જાણવા માગે છે તે પોતે નહીં જણાવે તેમ કહ્યું હતું. તેમજ બાપુ જુથના નેતાઓ કોંગ્રેસમાં જોડાશેની વાતને ખોટી ગણાવી આ બધુ ભાજપનું કામ ગણાવ્યું હતું. બાકી એકબીજાના ઉમેદવારોને ખેંચવા એ તો રાજનીતિનો ભાગ ગણાવ્યો હતો. તેમજ કોઈ ભાજપના નેતાએ પોતાનો સંપર્ક ન કર્યો હોવાનું જણાવ્યું હતું. પોસ્ટર કોણે લગાડયા ? તે મામલે તપાસ કરાશે કારણકે આ પોસ્ટરો કોંગ્રેસ નથી લગાડયા તેમ કહ્યું હતું. તેમજ કેટલાક એમએલએ સાથે પૂર્વ પ્રભારી ગુરુદાસ કામતના કહેવાથી બેઠક કરી હતી. ઉપરાંત મહેન્દ્રસિંહ દિલ્લી શા માટે ગયા હતા ? ના જવાબમાં એહમદ પટેલ તેમના કાકા છે તેને નમન કરવા ગયા હતા તેમ જવાબ આપ્યો હતો. બાપુને પોતાને ભરતસિંહ સાથે કોઈ સમસ્યા ન હોવાનું જણાવ્યું હતું અને મીડિયાને પોઝીટીવ રહેવા જણાવ્યું હતું. મીડિયામાં ગેરસમજ ફેલાઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ અન્ય એક કોન્ફરન્સ સાંજે ૪ વાગ્યે કરી હતી. જેમાં મોદીના ત્રણ વર્ષના કાર્યક્રમમાં થયેલ નુકસાનનું વર્ણન કરાયું હતું.