પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે જીસીસીઆઈના પ્રમુખને  પત્ર લખી પીએમએલએ સંદર્ભે અભિપ્રાય  માંગ્યો

નાના અને મધ્યમ ઉદ્યોગો વેપાર  અર્થતંત્રની દોરીના સમાન છે ગુજરાતના વિકાસનો શ્રેય નાના અને મધ્યમ ઉદ્યોગ વેપારના અથાગ પરિશ્રમને જાય છે.  જીએસટી એમલીકરણ કરવામાં આવ્યું ત્યારે પણ  નાના અને મધ્યમ ઉદ્યોગો – વેપારો ખૂબ મુશ્કેલીઓ સહન કરીને તેની અસરમાંથી મહામહેનતથી બેઠા થયા હતા . ગુજરાતના નાના અને મધ્યમ ઉંદ્યોગ – વેપારના હિતોનું રક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે. તેમ જીીસીઆઈના પ્રમુખ અજયભાઈ પટેલે  કોંગ્રેસના પ્રદેશ  શકિતસિંહ વાઘેલાએ પત્ર લખી  જણાવ્યું છે.  હાલમાં સરકાર દ્વારા જીએસટીને પીએમએલના કાયદા હેઠળ લાવવામાં આવ્યો . જેનો ઉદ્દેશ્ય નાણાકીય ગેરનીતિઓનો પર્દાફાશ કરવાનો છે .

ગુજરાતના ઇમાનદાર નાના અને મધ્યમ વેપારીઓ પણ જીએસટીની જોગવાઈઓના કારણે નાણાકીય ગેરરીતિઓ અને નાણાકીય કૌભાંડનો શિકાર બનતા હોય છે અને તેમની સાથે થતી છેતરપિંડીની ભરપાઈ તેમણે કરવી પડતી હોય છે . ત્યારે જીએસટી ’ પીએમએલએ ’ ને હેઠળ લાવવાથી પહેલેથી જ  ટેક્સ ટેરરિઝમ ” ના શિકાર ગુજરાતના ઇમાનદાર અને નાના અને મધ્યમ વેપારીઓને વધુ એક કનડગતનો ભોગ બનવું પડશે . નાણાકીય ગેરરીતિઓને ડામવાનો ઉદ્દેશ્ય જરૂરી છે પણ તેની સાથે નાના અને મધ્યમ ઇમાનદાર વેપારીઓ અને ઉદ્યોગોને બિન જરૂરી કનડગત ન થાય અને ” ટેક્સ ટેરરિઝમ ” નો વધુ ભીંગ ન બને તેની બાંહેધરી પણ જરૂરી છે .

આ પ્રકારના પગલાં લેતાં પહેલા વિસ્તૃત ચર્ચા અને નાના અને મધ્યમ વર્ગના વેપારીઓનો અભિપ્રાય લેવો ખૂબ જરૂરી છે.જીસીસીઆઈ ગુજરાત રાજ્યના તમામ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અધિકારના રક્ષણ માટે માતૃસંસ્થા છે . ત્યારે સરકાર જીએસટીને ‘ પીએમએલએ ’ હેઠળ લાવવાના પગલાં અંગે આપનો અભિપ્રાય જાણવા માંગુ છું , અને આપ પણ જો વિચારતા હોવ કે ઇમાનદાર વેપારીઓને આ કનડગત અને  ટેક્સ ટેરરિઝમ ” માંથી રક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે . તો આ ઝુંબેશમાં મારું આપને સંપૂર્ણ સમર્થન આપવાની બાંહેધરી આપું છું . આ અંગે આપનો અભિપ્રાય જણાવશો . અને મારા તરફથી આપને જે પણ અપેક્ષા હોય તેની જાણ કરશો . આવો , આપણે ભેગા મળીને ગુજરાતના ઇમાનદાર , નાના અને મધ્યમ ઉદ્યોગો – વેપારના અધિકારોના રક્ષણની આપણે જવાબદારી પૂરી કરીએ .

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.