કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ ખાતે ઉપવાસ પર બેઠા
દેશમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અને કોમી એખલાસ માટે આજે કોંગ્રેસ દ્વારા દેશભરમાં ઉપવાસ કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવી દિલ્હી ખાતે રાજઘાટમાં સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે ૪:૩૦ કલાક સુધી ઉપવાસ પર બેઠા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એકટમાં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં ગત ૨જી એપ્રિલના રોજ દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધ દરમિયાન દેશભરમાં દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં અને હાલ દેશમાં જે રીતનું વાતાવરણ ચાલી રહ્યું છે તેમાં ફરી કોમી એખલાસ સ્થાપવા માટે આજે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીનીયર નેતાઓ આજે સવારે રાજધાની નવીદિલ્હી સ્થિત રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીની સમાધીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ ઉપવાસ પર બેસી ગયા હતા. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જયુબેલી ચોક સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે સવારે ૯:૩૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી ઉપવાસ પર બેઠા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,