ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર/કચ્છ ઝોનની કારોબારી મિટિંગ રાજકોટ ખાતે યોજવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના શહેર અને જિલ્લાના પ્રમુખો, ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
આ મિટિંગમાં વતેમાન કોરોના પરિસ્થિતિને અનુલક્ષીને સરકાર સામેના વિરોધાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં યોજાનાર વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ સંદર્ભ કામગીરી અંગેનું આયોજન અને જવાબદારી અંગેનાં વિધાનસભા પ્રમાણેના મૂદાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહિલા કોંગ્રેસના નવા નિમાયેલા હોદ્દેદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
તેમજ આગામી દિવસોમાં ગેસ સિલિન્ડરનાં તોતિંગ ભાવ વધારા અને એની સામે મળવા પાત્ર સબસિડી લાભાર્થીનાં ખાતામાં જમા કરવામાં આવ્યા નથી જેની સામે સૌરાષ્ટ્ર કચ્છનાં જિલ્લા મથકોએ આવેદનપત્ર પાઠવવા અને સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમજ મહિલા કોંગ્રેસની કારોબારી સમિતી દ્વારા પ્રવેતમાન કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સરકારની નબળી કામગીરી સામે ઠરાવ પસાર કરી ગુજરાત સરકારનાં રાજ્યને મોકલાયો છે.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલી આ મિટિંગમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ડો.હેમાગ વસાવડા, શહેર પ્રમુખ અશોકભાઇ ડાંગર, વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, મુકેશભાઈ ચાવડા, ભાગેવભાઈ પઢીયાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
સૌરાષ્ટ્ર-કચ્છ મહિલા કોંગ્રેસના હોદ્દેદારો કલ્પનાબેન જોષી કચ્છ, નયનાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, સહારાબેન મકવાણા, દશેના જોષી, પૂજા નકુમ, પ્રિતીમાબેન વ્યાસ, નીતાબેન પરમાર, હિરલબેન રાઠોડ શહેર/ જિલ્લાનાં પ્રમુખો મનિષાબા વાળા, રંજનબેન ગજેરા, ગીતાબેન પરમાર, મધુબેન બારૈયા, શોભનાબેન ગોવિંદિયા, ઈલાબા, છાયાબેન તથા મહિલા કોંગ્રેસના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.