ગરીબોનું જીવનધોરણ સુધારવા સરકાર ફક્ત વિકાસના માર્ગે જ ચાલશે
કોંગ્રેસ ડુબતી નાવ છે અને રાહુલ ગાંધી જ્યાં પણ રેલી કરશે ત્યાં હારશે તેવા આક્રમક પ્રહારો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોંગ્રેસ ઉપર કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી આદિવાસી અધિકાર સંમેલનને સંબોધે તે પહેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના આ આયોજનને ભાજપ માટે ફાયદાકારક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ ડુબતી નાવ છે અને રાહુલ ગાંધી જ્યાં જ્યાં રેલી સંબોધે છે ત્યાં ત્યાં કોંગ્રેસ ચૂંટણી હારે છે તે હકીકત છે એટલે અમે કોંગ્રેસને વિનંતી કરીએ છીએ કે આગામી ત્રણ મહિના દરમ્યાન વધુ ને વધુ રેલીનું આયોજન કરે. ‚પાણીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે લોકોને ખોટા વચનો આપી છેતર્યા છે. સરકારની કામગીરી વર્ણવતા તેમણે કહ્યું હતું કે, સરકાર ગરીબોને સસ્તા મકાનો, આરોગ્ય, ખોરાક અને રોજગારી આપવી તેમનું જીવનધોરણ સુધારવા માટે કટીબઘ્ધ છે. સરકાર ફક્ત ને ફક્ત વિકાસ ઉપર જ ઘ્યાન આપશે. તેમણે ઉમેર્યુ હતું કે, સરકારે રાજ્યમાં જેનેરીક દવાઓના ૧૨૫ સ્ટોર્સ ખોલ્યા છે. આગામી સમયમાં ૧૦૦૦ આવા સ્ટોર્સ ખોલવાની તૈયારી સરકારની છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારે શહેરીવિસ્તારોમાં ત્રણ લાખ મકાનો અને ગ્રામ્ય વિસ્તારોમાં ર લાખ મકાનો બાંધવાનો પ્રોજેક્ટ શ‚રૂ કર્યો છે. એક વર્ષના સમયગાળામાં સરકારે ૬૭,૦૦૦ સરકારી નોકરીઓ આપી છે જ્યારે જોબફેરના માઘ્યમથી સરકારે ૧,૦૯,૫૦૦ યુવાનો ખાનગી કંપનીઓ દ્વારા નોકરીઓ ઓફર થઇ હોવાનો દાવો તેમણે કર્યો છે. દરમ્યાન કોંગ્રેસના સુપ્રિમો સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે કહ્યું હતું કે, ૧લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ હોવાથી આ રેલી તા.૧ના રોજ યોજાય તે જ‚રી હતું. આ રેલી આદિવાસી વિસ્તારમાં આયોજીત છે જેમાં રાહુલને સાંભળવા મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉપસ્થિત રહેશે. તેવો આશાવાદ પટેલે વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, લોકો રેલીને ચૂંટણી સાથે સાંકળશે તે કુદરતી છે પરંતુ કોંગ્રેસ ક્યારેય રાજકીય ફાયદા-નુકશાનનું વિચારતી નથી. માત્ર લોકો માટે કામ કરે છે.